________________
માયા
કવિ
માયા
માયા કવિ
નવભારતના ભાગ્યવિધાતા : સામે એમણે સ્વતંત્ર સંસ્થાનની જ માંગણી કરી. બ્રિટિશ સરકારે હિન્દુ અને પાકિસ્તાન બે જ સ્વતંત્ર સંસ્થાનની હસ્તી સ્વીકારી છે, ત્રીજું નહીં; તો પણ નિઝામ સરકાર પોતે અલગ અને મક્કમ જ રહ્યા. : પણ નિઝામ સરકાર એકાએક એવો નિર્ણય ન લઈ શકે એટલે
તો એમણે મુદત માંગી. : રહેવા દે હવે. સરદાર સાહેબે તો તે મુદત પણ આપી. પણ
દરમ્યાનમાં તેં પેલો મોટો હાઉ ઊભો કર્યો તેનું શું ? : કોણ ? : એ જ ફ્રેન્ડેન્સ્ટાઇન, ૧૯૪૭માં–૧૫મી ઑગસ્ટે હિન્દભરમાં
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ, પણ હૈદરાબાદમાં ન થાય, ન થવા દીધી. એ માટે પેલો કાસમ રિઝવી, અને એની આખી ફોજ તૈયાર થઈ ગઈ. મુદત તો આ ચાલબાજી માટે, સામે થવા હાથ મજબૂત કરવા માટે. : પણ કોઈ પણ રાજ્ય પોતાની ગાદીની સાવચેતી માટે તો તૈયારી
કરેને ? : ગાદી તો રહેત, તરત ભારતના સંઘમાં જોડાઈ જાત તો-એ તો સરદાર સાહેબે ચોખ્ખું કહ્યું હતું. આ તો સ્વતંત્રતાના દિવસે હૈદરાબાદની પ્રજા ઉપર જુલમ વરસ્યો, લાઠીમાર, સેંકડોને જેલ, હિન્દની બંધારણસભામાં એ સંબંધી સરદારે જાહેરાત કરી, તો નિઝામ સરકાર કહે છે કે એવો એક પણ બનાવ ત્યાં બન્યો નથી. જેમ અંગ્રેજો હડહડતું જુઠ્ઠાણું કરતા તેવું જ અહીં. : પણ પ્રજામત શો હતો ? : હિંદી સંઘમાં જોડાવાનો. માગણીના ઠરાવો પણ કર્યા. હૈદરાબાદમાં તે દિવસે પોલીસ અને ૨ઝાકારે બંનેનો ત્રાસ હતો. ત્યાં એક સંવાદ તારે જાણવા જેવો છે.
હૈદરાબાદ અને...
૨૦૯ માયા : શો ? કવિ : જે બીજું કે ત્રીજું પ્રતિનિધિમંડળ લૉર્ડ માઉન્ટબેટનને મળવા
ગયું ત્યારે તેમાંના એક સભ્ય કહ્યું કે જો હિન્દુ હૈદરાબાદ રાજ્યને હિન્દના સંઘમાં જોડાવાની ફરજ પાડશે તો ત્યાંના મુસલમાનો હિન્દુઓની કતલ કરશે. : એવું કહ્યું હતું ? : ચોપડે નોંધાયું છે. તો એમને સરદાર સાહેબે તથા લૉર્ડ માઉન્ટબેટન તરફથી જવાબ મળ્યો : “તો શું હિન્દુ તે મૂંગા મૂંગા જોયા કરશે ? વસ્તીનું પ્રમાણ તો ૮૫ અને ૧૫ ટકાનું છે.” મજા તો એ હતી કે નિઝામ સરકારના પોતે ચૂંટેલા સલાહકાર સર રૉબર્ટ મોંકટનની સલાહ ન માની એટલે એ છૂટા થઈ વિલાયત
ચાલ્યા ગયા. માયા : અને ખુલ નિઝામે આજીજી કરી એટલે પાછા પણ બોલાવ્યા.
: પછી તો નિઝામનું રાજ્ય રહ્યું જ નહીં. રઝાકારોએ જ, અને કાસિમ રિઝવીએ જ નિઝામ સરકારનો કબજો લીધો. જે વારંવારનાં પ્રતિનિધિ મંડળો આવ્યાં, એ કાસિમ રિઝવીના જ ચૂંટેલાં. પોતે પણ સરદાર સાહેબને મળી ગયા, રૂબરૂમાં અવળુંસવળું કહી ગયા. જોડાવાની કબૂલાત આપી ફરી ગયા. એ જ રફતાર, એ જ વચનભંગની ચાલબાજી, એ જ જુઠ્ઠાણાં. : એ લોકોને પોતાની ફોજ તૈયાર કરવી હતી. : હા, અને એમના જ સૈન્યના વડા કમાન્ડર ઇન ચીફ એલ
એડરુસે તો કહ્યું કે જંગ ખેલાય તો ચાર દિવસ ચાલે, ત્યાં નિઝામ સરકારે જાતે કહ્યું કે બે દિવસ પણ નહીં સામે થઈ શકાય. પણ પછી તો કાસિમ રિઝવીએ જ સત્તાની લગામ પોતાના હાથમાં લઈ લીધી. કોઈ ગાંડો માણસ તેં ઊભો કર્યો.
માયો
કવિ
માયાં કવિ