________________
૧૯૪
થોડા વિલિનીકરણના કિસ્સાઓ
૧૯૫
.
માયા કવિ
નવભારતના ભાગ્યવિધાતા : પણ તમારા સરદાર સાહેબ ક્યાં કમ હતા ! : એ અંગ્રેજોની જેમ કરારનામાં નહોતા લખાવતા, યા નહોતા પાકિસ્તાનની માફક હથેળીમાં ચાંદ બતાવતા. આ અખંડ ભારત છે. આવો ! એક વાર હજારો વર્ષો પહેલાં જે ભરતખંડ હતો, એવો એક દેશ બનાવવાના શુભ કાર્યમાં આવો. સૌના કલ્યાણમાં તમારું પણ કલ્યાણ જ છે, થશે, એમ કહેતા સૌને સંઘમાં
જોડાવાનું કહેતા. : પેલા સાલિયાણાની વાત કેમ કરતા નથી ? : જો માથુડી ! એ લાલચ નહોતી. રાજાઓ વંશપરંપરાનાં રાજપાટ સોંપી દે, વગર યુદ્ધ વગર તહનામાએ, એમના ભરણપોષણ માટે એમને જિવાઈ આપવી એ તો એક સામાન્ય ધર્મ છે. અને તે એમની ઊપજ પ્રમાણે, ટકા પ્રમાણે. તું પણ ખરી છે. એને તું લાલચ કહે છે ? ભોપાલની જ વાત કરને. એ તો પહેલેથી જ વિરુદ્ધ હતા. લોર્ડ માઉન્ટબેટને બોલાવેલી રાજાઓની સભામાં પણ નવાબ સાહેબ નહોતા ગયા. : પણ એ તો બંને હિંદ અને પાકિસ્તાન રાજ્યો સાથે સંબંધ
બાંધવાને આતુર હતા જ. : શેના સંબંધ ? અરસપરસ એલચીઓ મોકલવાના, એટલે એકબીજાને લડાવવાના, વચ્ચે ભોપાલનું ત્રીજું રાજ્ય, જો થઈ છે તે ! સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટમાં પણ એ સહી ન કરે. ભોપાલના નવાબ સાહેબ વળી રાજાઓની પરિષદના મંત્રી હતા. એમણે છેવટ સુધી નન્નો જ વાસ્યો. પણ પછીથી જ્યારે જોયું કે રાજ્યમાં હિન્દુઓની બહુમતી, ચારેકોરના રાજાઓ સ્વતંત્ર ભારતસંઘમાં ભાળતા હતા, ત્યારે એમણે નમતું આપ્યું. અને તે એક અચ્છા ખેલદિલીવાળા ખેલાડીને છાજે એ રીતે એ સરદાર સાહેબને લખે છે : “હું હાર્યો. હા, હું વિરોધમાં હતો. અને સ્વતંત્ર રહેવા
માયા
માટે ઘણા પ્રયાસો કર્યા. હવે ફરીથી કહું છું કે હું હાર્યો, પણ હું હવે તમારો વફાદાર મિત્ર રહી, આપને બધો સહકાર આપવા તૈયાર રહીશ.” : ત્યારે એ મારી માયામાં નહીં જ ફસાયાને ? : હવે જા, જા. એ સમજદાર વ્યક્તિ કે પોતે હાર્યા એમ કહ્યું. પણ સરદાર સાહેબનો જવાબ વાંચસરદાર સાહેબે કહ્યું કે હારજીતનો સવાલ જ નથી. આપે નીડરતાથી બહાદુરી બતાવી એ માટે ધન્ય છે. આપને સુર્યું તે આપે કર્યું. આપણે બે મિત્રો, હવે અમારા તરફથી કેવળ મીઠાશની જ આશા રાખશો. ગઈ ગુજરી આપ ભૂલી ગયા છો એમ અમે પણ ભૂલી ગયા છીએ. ખેલદિલી સામે કેવી ખેલદિલી ! નવાબ સાહેબ તો હાર્યા કહીને જીતી
ગયા. હારી તો તું. લલચાવનારી ધુતારી નારી ! : મને શા માટે ભાંડો છો ? જે મારી માયામાં ફસાય છે તેને
ભાંડોને ? * પછી તો તારા હાથ બહુ હેઠા પડવા લાગ્યા. ભોપાલ ભળ્યા
એટલે ઇંદોર મહારાજા એમ જ વાતચીતથી અળગા રહેતા. એમણે પણ આખરે સરદાર સાહેબને જુદો કાગળ લખી હા પાડી સહી દસ્તક કર્યા. : પણ જોધપુરમાં મેં કેવી બાજી ગોઠવી હતી ! : જેમાં પણ તેં આખરે તો થાય જ ખાધીને ? એ પણ પાકિસ્તાનમાં ભળવા માગતા હતા. સરહદને લઈ આખરે એમને પણ પાકિસ્તાનનાં વચનોમાં કશો ભરોસો ન રહ્યો, અને સહી કરી, પછી તો ભરતપુર, નાભા, ધોળપુર, વિલાસપુર જેવાં નાનાં રાજ્યો પણ હિન્દી સંઘમાં જોડાયાં. : પણ હૈદરાબાદમાં તો મેં જમાવીને !
માયાં
કવિ
માયા