________________
૧૯૨ માયા
કવિ
માયાં
માયા
કવિ.
માયા
નવભારતના ભાગ્યવિધાતા : હવે જાઓ જાઓ કવિરાજ , સર સી. પી. રામસ્વામી તો ભારે
બુદ્ધિશાળી વ્યક્તિ હતા જ. : પ્રત્યેક બુદ્ધિશાળી વ્યક્તિ દેશપ્રેમી યા દેશદાઝવાળી હોય છે, એવું હંમેશાં બનતું નથી, એમણે તો જાહેર કર્યું કે ત્રાવણકોરે તો સ્વતંત્ર અને સર્વસત્તાધીશ રાજ્ય તરીકે રહેવાનો નિર્ણય કર્યો છે. : હી, હી, હી, : હસે છે શું, એટલે ભારતના કાંઠા ઉપર બીજું સ્પેન, પોર્ટુગલ. : બસ બસ, કલ્પનાઓ ન દોડાવો. : એનું જોઈ હૈદરાબાદ જાગ્યું, કે ઠીક છે આ ઘાટ. એણે તો વળી પાકિસ્તાન સાથે જોડાવાની મુરાદ જાહેર કરી. પહેલે જ સપાટે વીસ કરોડની અસ્કામતો, કાગળિયાં પાકિસ્તાન મોકલાવી દીધાં. : હી, હી, હી, હી. : તને મજા પડે છે ખરું, દીપડી ! : પહેલાં દુષ્ટા કહી, હવે દીપડી કહો છો ? : તું વાઘણ જ, ચારે કોરથી ફાડી ખાવાના જ પૈતરા. એ તો લૉર્ડ માઉન્ટબેટન અને સરદાર_બંનેએ પ્રજાના કલ્યાણનો જ માર્ગ શોધ્યો એટલે તારા હાથ ભોંય પડ્યા. : હી, હી, હી, હી. : હસ. તા. ૧૦ જુલાઈ-૧૫મી ઑગસ્ટ પહેલાં સરદારે પરિપત્ર મોકલ્યો. એટલે મુદત ઓછી પડી. તોયે તેં નખરાં તો કર્યા જ. એક બાજુથી તેં પાકિસ્તાનના હાકેમો મારફત તેડાં, લાલચો બતાવ્યાં કરી. બીજી બાજુ આ રાજાઓના દીવાનોના મગજમાં પોતાની સાહ્યબી હવે જ શે, એટલે રાજાને પોતે સ્વતંત્ર થઈ ગયા છીએ, એવા ભ્રમો ઊભા કર્યા.
થોડા વિલિનીકરણના કિસ્સાઓ
૧૯૩ માયા : હું તો માયા, મારું નામ જ લોભિકા. કવિ : એમાં તેં મોટી માયાજાળ સરહદી રાજ્યો જોધપુર અને જેસલમેર
ઉપર નાંખી. માયા : હું શું કરું, એ બંને રાજાઓ પાકિસ્તાનના તેડાવ્યા કરાંચી જઈને
બેઠા તે. : અને જઈને શો કાંદો કાઢ્યો ? શરતોની વાત થઈ, કોરા કાગળોની વાત થઈ, પણ પરિણામે એ બંને સમયનાં એંધાણ અને ભાવિની અસ્પષ્ટ ઝાંખી સમજી પાછા ફર્યા. તોયે સરદાર સાહેબે કેટલું
ગૌરવ જાળવ્યું ! કેટલી ધીરજ સહી ! માયા : બબડો છો શું, તમારે પડખે તો લોર્ડ માઉન્ટબેટન હતા.
: હા, અને એમની સામે જાતજાતના અંગ્રેજ રેસિડન્સીના હાકેમો હતા. ગોરા સિવિલિયનો હતા. હજી એમને એવી આશા કે ફરીથી ભારતમાં કોઈ હેસ્ટિંગ્સ, કોઈ ક્લાઇવ, કોઈ ચર્ચિલ આવી ચઢશે અને હિન્દમાંથી સરી જતી બ્રિટિશ સત્તાને ફરીથી જડ ઘાલી હિન્દમાં સ્થાપશે. સરદાર સાહેબને મેં ભાગ્યશાળી કહ્યા તે લૉર્ડ માઉન્ટબેટનની દોસ્તીને લઈને. એ એક જુદા
પ્રકારનો અંગ્રેજી બચ્ચો નીકળ્યો. માયા : પણ એમના સિવાય બીજા નિમકહરામ હતા ?
: હા, સેનાપતિઓ, પોલિટિકલ એજન્ટો મારાવાલા હિંદનું લુણ ખાઈને નિમકહરામ થયા હતા. હૈદરાબાદનાં ઠેકાણાં નહીં ત્યાં
ઓરિસ્સાના પોલિટિકલ એજન્ટે હૈદરાબાદને લાલચો આપે. સો માઈલના વિસ્તારની જમીનમાં લોખંડ છે, તેની જાહેરાત કરી. એટલે કે હૈદરાબાદે બસ્તરના રાજા પાસેથી એ મુલક સો વર્ષને પટે રાખી લેવો. જો આડાઅવળા ટાકોંટાના આટાપાટા ખેલાયા.
કવિ
માયા
માયા
છે