________________
• શબ્દસમીપ • તેઓ તટસ્થતા જાળવી શકતા નથી. પોતાના પૂર્વગ્રહો અને રાગદ્વેષોને એટલા ને એટલા જ સજીવ રાખીને અનુભવનું કથન કરે છે. પત્ની કે પ્રતિપક્ષી વિશે તો ઠીક, પરંતુ પિતા અને માતા વિશે પણ એમના આળા હૃદયને થયેલાં ચકામાં બતાવે છે.
માનવીના મનમાં ક્ષણિક ભભૂકી ઊઠતા રાગદ્વેષ યા તો કામક્રોધનું અહીં આલેખન થયેલું છે. વૃત્તિના તામસી ઝંઝાવાતો જેવા મનમાં જાગે છે, એવા જ એને આલેખે છે. એક વાર જે દલાભાઈને તેઓ પરોપકારી કહે છે, તે જ દલાભાઈ સંજોગવશાત્ એમનું કામ નથી કરતા તો તરત જ એને વિશે હલકો અભિપ્રાય આપી દે છે. પોતાનો જૂનો અભિપ્રાય કે લાંબા ગાઢ સંબંધ સાવ ભૂલી જાય છે.
પ્રેમ અને તિરસ્કાર એ એક સિક્કાની બે બાજુ છે. એ હકીકત મણિલાલ અને ત્રિભુવનદાસ ગજ્જર વચ્ચેની મૈત્રીગાંઠમાં જોવા મળે છે. બન્નેના વિચારો ઘણા જુદા હતા. શ્રી ત્રિભુવનદાસ ગજ્જર બુદ્ધિપૂત વિચારોને માનનારા હતા,
જ્યારે મણિલાલને ધર્મ અને પુરાણમાં શ્રદ્ધા હતી. બંનેની મૈત્રી પણ એટલી જ વિલક્ષણ રહી. મણિલાલનો તિરસ્કાર કરતા હોવા છતાં શ્રી ત્રિભુવનદાસ ગજ્જર આગ્રહ રાખતા કે મણિલાલ મુંબઈ આવે ત્યારે એમને ત્યાં જ ઊતરે ! પરંતુ એ પછી બંને વચ્ચે ચડભડ થતી અને એકબીજાનો તિરસ્કાર કરતા. એક વાર તો મણિલાલ ગુસ્સામાં પોતાનો સામાન લઈને ચાલવા માંડે છે. મણિલાલને રહેવાનો શ્રી ત્રિભુવનદાસ ગજ્જર આગ્રહ કરે ખરા, પણ એમની થાળી જુદી રાખે. આમ પ્રેમ અને તિરસ્કારની સાવ વિરોધી રંગછાયા ધરાવતો આ મૈત્રીસંબંધ વિલક્ષણ હતો.
મણિલાલ નભુભાઈએ આ આત્મકથામાં પોતાના ગુપ્ત આચાર અથવા તો સ્ત્રીઓ સાથેના અનાચારભર્યા સંબંધોનું નિખાલસભાવે સત્યકથન કર્યું છે, પણ ઘણી સ્થૂળ રીતે. ખાણમાંથી સીધેસીધું સોનું કાઢયું હોય અને એના પર માટીના અનેક થર જામેલા હોય તેવું આ સત્યકથન લાગે છે, જ્યારે ગાંધીજીની આત્મકથામાં એ અનુભવોનું બયાન તપાવેલું સોનું હોય એમ લાગે છે. મણિલાલ અને ગાંધીજી બંનેએ નિખાલસભાવે આત્મકથન કર્યું છે, પરંતુ ગાંધીજી એનું આલેખન અનુતાપપૂર્વક કરે છે; એવું મણિલાલમાં ભાગ્યે જ જોવા મળે છે.
0 ૧૬૮ ]
• અનોખી આત્મકથા • મણિલાલના સાહિત્યસર્જન સાથે એમના જીવનમાં દેખાતી કુરૂપતાનો મેળ બેસાડવાની એક ચાવી ‘સુદર્શન ગદ્યાવલિ'માં મળે છે. તેઓ કહે છે કે આપણી આચાર છે, તે આપણા મર્યત્વનો અંશ છે, જ્યારે આપણા વિચારે છે, તે ઐશ્વર્યનો અંશ છે. વિચાર અને આચાર બંને ઉચ્ચ હોય તે ઉત્તમ વસ્તુ; પરંતુ માનવીના આચાર ભુલાઈ જાય છે, એના વિચાર જ પાછળ રહી જાય છે. આથી માનવીનું સાચું મૂલ્યાંકન એના આચાર પરથી નહીં પણ વિચાર પરથી થવું જોઈએ.
સંપાદકે સૂચવ્યું છે તેમ મણિલાલ નભુભાઈએ અન્ય સંદર્ભમાં રજૂ કરેલો આ વિચાર એમના જીવનના મૂલ્યાંકનના સંદર્ભમાં વિચારવા જેવો ગણાય. ગાંધીજી જીવતા હતા ત્યારે એમના આચાર પર પણ સહુની નજર રહેતી. ગાંધીજીના ગયા પછી એ આચાર અદૃશ્ય થયા છે; માત્ર એમના વિચારો જ એમની પાસે રહ્યા છે. આચાર એ શરીરની ક્રિયામાંથી ઊભો થતો આકાર છે. વિચાર તો માનવીય ચેતનાનો અંશ હોવાથી અ-ક્ષર છે. મણિલાલમાં આચાર દૂષિત અને વિચાર તર્કશુદ્ધ અને વિશુદ્ધ, એવો દેખાઈ આવે તેવો વિરોધ હોવાથી એમના જીવન પર વધુ પડતો ભાર મુકવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આચાર અને વિચારનું થોડું દૈત તો હોય છે જ. દરેક વ્યક્તિના આચાર એના વિચારની કોટિ સુધી પહોંચી શકતા નથી. કેટલાકમાં એ વિસંવાદ ઘેરો દેખાતો નથી, જ્યારે મણિલાલના દાખલામાં આપણને તે વધુ પડતો ઘેરો દેખાય છે.
વળી માનવી ચારેબાજુ વિષમતાથી ઘેરાયો હોય ત્યારે એ વિષમતાથી એનામાં કેવી માનસિક અને શારીરિક નબળાઈ આવે એનો તો જે અનુભવ કરે એને જ ખ્યાલ આવે. પત્ની, મિત્રો, સોબત અને શેરીનું વાતાવરણ – એ બધાંમાંથી મળેલા કુસંસ્કારો તે કઈ રીતે ભૂલી શકે ? ‘સ્મરણયાત્રા'માં બાલ્યકાળને આલેખતાં કાકાસાહેબે કહ્યું છે કે એ ઉમરે તો સ્મરણો શિલાલેખ જેવા બની જાય છે, મણિલાલના ઉછેરે એમની સંસ્કારસંપત્તિ પર ઘેરી અસર પાડી છે.
આ આત્મવૃત્તાંતમાં મણિલાલનું છેલ્લાં ત્રણ વર્ષનું આત્મવૃત્તાંત મળતું નથી. મણિલાલ પાછળનાં વર્ષોમાં યોગની સાધના કરતા હતા. આપણા કવિચિત્રકાર ફૂલચંદ શાહે પણ એની નોંધ લીધી છે. છેલ્લાં ત્રણ વર્ષનું એ આત્મવૃત્તાંત
0 ૧૬૯ ]