SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • શબ્દસમીપ • ડેમોન રનિયનની આ કૃતિઓમાં બ્રૉડવેની દુનિયાની એક છબી જોવા મળે છે. એનો માનવસ્વભાવનો તલસ્પર્શી અભ્યાસ અને એ સ્વભાવના પ્રત્યેક મરોડને પ્રગટ કરતી તાદેશ, વર્તમાનકાળમાં ચાલતી લેખનશૈલી વાચક સમક્ષ જિંદગીના જુદાં જુદાં પાસાંઓ ઉપસાવે છે. ચિત્ર ખડું કરવા માટે શબ્દો એની પાસે હાથવગા છે. નવા શબ્દો અને નવા સમાસો યોજવાની એની સૂઝ એની રજૂઆતમાં જોવા મળે છે. ડેમોન રેનિયન જેવા લેખક ન્યૂયૉર્કના બ્રૉડવેની આસપાસની સૃષ્ટિનું તલસ્પર્શી ચિત્ર એની તળપદી ભાષામાં આલેખે ત્યારે એનું રૂપાંતર એ કેટલો મોટો પડકાર ગણાય ! પરંતુ રનિયન અને ચન્દ્રવદનમાં ઘણું સામ્ય છે. જાણે બંને સમાનશીલ મિત્રો હોય તેવું આ અનુવાદો વાંચતા લાગે છે. આ અનુવાદોમાં જેમ રનિયનને શબ્દકોશ કામ ન લાગ્યો એ જ રીતે ચન્દ્રવદન મહેતાએ પણ નવા શબ્દો-સમાસો પ્રયોજીને બ્રાંડવેની દુનિયાની સાંકેતિક, માર્મિક ભાષા પણ બરાબર ઉપસાવી છે. કથનની ત છટા, બરછટ ભાષા અને મોજીલો તોર અસલ ચન્દ્રવદનની ગઠરિયાંની યાદ આપે છે. ચિત્રો ઉપજાવવામાં, નવા વિચિત્ર પ્રયોગો કરવામાં આ બે શબ્દના બંદાઓ વચ્ચે ઘણું મળતાપણું લાગે. ‘પોટ્ટી’, ‘છીછરવો’, ‘ગજવામ્યાન', “કોઠાં’, ‘અડોળફડોળ' (ડફોળના અર્થમાં, ‘ઠબોકિયાં' (હથિયારના અર્થમાં), ‘દાગીનો' (માણસના અર્થમાં) જેવા શબ્દો પ્રયોજ્યા છે. ‘મે બી’ શબ્દજોડકાનો વિલક્ષણ પ્રયોગ કરે છે. ‘મે બી અફીણ, મે બી હશીશ, મે બી એનીથિંગ' જેવા પ્રયોગો મળે છે. રનિયનની વાર્તાઓનો વા યે વા યનો આ અનુવાદ નથી, પણ મૂળ લેખકના વ• તેને પોતાની ભાષામાં મુ તપણે અત્યંત સ્વાભાવિક છટાથી રજૂ કરે છે. ડેમોન રનિયન અને ચન્દ્રવદન મહેતા – બંનેને વાંચવાની વાચકને મજા આવે એવો દ્વિગુણિત વાર્તારસ – સાહિત્યરસ પીરસતી આ રચનાઓ છે. નાદુરસ્ત તબિયતે પણ સાખાલીન ટાપુ પર સેવા કાજે જનાર દાક્તર ચેખોવ જેટલી જ માનવ પ્રત્યેની અપાર સહાનુભૂતિ સર્જક ચેખોવમાં પ્રતીત થાય છે. આ કલાકાર માનવહૃદયના તલ સુધી પહોંચી, માનવજીવનને ફોટોગ્રાફીની પેઠે માત્ર હૂબહૂ રજૂ ન કરતાં એને કલાત્મકતાથી આલેખે છે. એનું કારણ એ છે કે ચેખોવના રૂંવેરૂંવે સર્જકતા વસેલી છે. એની પાસે સર્જકમાં અનિવાર્ય એવું હૃદયનું અગાધ કારુણ્ય અને સંસારના તારે તારી સાથે એકરૂપ ચિત્ત છે. સમાજની એકેએક વ્યક્તિ અને વાતાવરણના એકેએક અંશ સાથે સમભાવ ધરાવતા આ સર્જકને કશું અળખામણું કે અજાણ્યું નથી. વિચિત્ર, બેહૂદી, કંટાળાજનક અને પ્રાકૃત વસ્તુને સાંગોપાંગ અનુભવવાની ક્ષમતા અને સહાનુભૂતિ અને વિશ્વનો એક વિરલ કલાકાર બનાવે છે. માનવ તરફના અપાર સમભાવમાં એની સાથે એક શેક્સપિયર યાદ આવે છે. ચેખોવના સૌથી વધુ કરુણગર્ભ નાટક ‘શ્રી સિસ્ટર્સને આધારે એની નાટ્યકલાની ખૂબીઓ પારખીએ તો જણાશે કે જીવનમાંથી નાટ્યક્ષમ વસ્તુ ખોળવાની કે જીવનની કોઈ વિશિષ્ટ પળને જ નાટ્યરૂપ આપવાની એને જરૂર | ૧૨૫ 0. 0 ૧૨૪ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy