SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • અહીં એ ટુ ઝેડ – અથી સ સુધી કોઈ પણ વિષય પર ભાષાના ગૌરવની ચિંતા રાખ્યા વિના, જાણતા કે નવા ઉપજાવેલા શિષ્ટ કે અશિષ્ટ શૉથી ભરેલાં સીધાં કે અટપટાં વા• યો સાથે ન્યાય-અન્યાય, અંધેર કારભાર, સામાજિક ભેદભાવ, બોગસ મંડળો, ફંડફાળાના ગોટાળા, ધાર્મિક ધતિંગો, લેભાગુ કંપનીઓ અને વેપાર, શેર બજાર, કેળવણી, દેવળોના વહીવટ, રાજકાજ વગેરે બધાંમાં વ્યાપેલી બદીઓ ને ત્રુટીઓ ઉપર, જેનામાં બોલવાની શકિત હોય તે ત્યાં • ભો થઈ ફાવે તેમ બોલેભાંડે. મનના • ભરો ઠાલવે કે ભલભલા સિકંદરોની છાલ ઉતારી શકે. અહીં એને કશી રોકટોક નહિ. આવા દસ-બાર- પંદરેક અડિંગા તો અહીં કાયમ સાંજે ખોડાયા જ હોય, એને સાંભળનારા નવરા માણસોયે મળી રહે. આ રોજિંદા વાકુંવ્યાપારના વિખ્યાત મથક આ ન્યૂયોર્કના કોલંબસ હુવેરમાં આપણા આ કૉલ્બીશાહ અને રૂપર્ટર્ભયા આવી ચડ્યા. પોલીસને આપણે ભલે ગમે તેટલી ગાળો દઈએ, પણ કોલંબસ ક્વેર અને હાઇડ પાર્ક, આ બે ધર્મક્ષેત્રે ગમે તેટલી ગાળાગાળી કરીએ, ગમે તેવાં વાક્યુદ્ધ ચલાવીએ તોયે અહીં પોલીસ યોગેશ્વર જેમ શાંત. તિક્રોધ બની, જો રાખી હોય તો મુછમાં હસતા, નહિ તો હોઠ મલકાવતા સ્થિતપ્રજ્ઞ ચિત્તે બધી રંગત જુએ. જુએ પણ તેની નોંધ ન લે, અને અહીં આરડતા ઉન્માદ રોગીઓના ઓથાર, વમનપ્રક્રિયા વગેરે માટે, સમાજની આ એક દુરસ્ત વ્યવસ્થા છે. એમ માની તેને શમવા-ઓસરવા દે. આમાં • યાંક હાથાપાય જામી જાય તો વચ્ચે પડે ખરા. પરંતુ આ બે ક્ષેત્રોમાં એવી પરિસ્થિતિ પ્રત્યે અર્ટીના નવરા–ચૌદશિયા પૂરતા સજાગ રહે છે. એટલે પોલીસના અફસરોને તો આ એક મફતનું મનોરંજન અને એક અલાયદા પ્રકારનું શિક્ષણ જ મળે છે." સમયની પાબંદ મિનિએ પોતાના બે પ્રેમી કૉલ્વિન અને રૂપર્ટને મળવા માટેનું મુહૂર્ત આપ્યું હતું. એ મુહૂર્ત જે બરાબર પાળે એને પરણવું. રૂપર્ટ મોડો પડ્યો અને પગરખાંની દુકાનેથી ડંખ પડે તેવાં પગરખાં આપવાના આરોપ માટે નોકરી ગુમાવનારો અંતે જોડાના ડંખને કારણે વાગ્દત્તાએ આપેલો સમય સાચવી શ યોનહિ. ભુટ્ટો ભરાડી’ અને ‘અર્થ વેક' વાર્તા બ્રૉડ પરના તોફાની ગઠિયાની વિશિષ્ટતા સમજવા માટે વાંચવા જેવી છે. એમાં પણ ‘અર્થ• વેક'માં ધરતીકંપ 0 ૧૨૨ ] • બ્રાંડવેની સૃષ્ટિ • થતાં અસાધારણ પરાક્રમ કરીને અર્થ• વેક મોતને ભેટે છે તેની વીરકથા કહેવાઈ છે. “ઘણું જીવો રાજા'માં બાળરાજાના પાત્રનું સુંદર આલેખન છે. રાજાને મારવા આવેલા લોકો બાળરાજાની જિજ્ઞાસા જોઈને એના પર ફિદા થઈ જાય છે અને હત્યા કરવાનું માંડી વાળે છે. અક્કલનો ઇસ્કોતર આખરે પહોંચે છે ઘેર’ એ વાર્તામાં બ્રાંડવે પરની જાણીતી વ્ય િત ધ બ્રેઇન અર્થાતુ બુદ્ધિધન યા બુધિયાની વાત છે. ગઠિયા હોમર વિંગ, મિત્ર બિગ નિગ, વકીલ વાઇઝ બર્ગર તથા બ્રેઇનની પ્રિયતમાઓની વાત કરી છે. આ વાર્તા એક અર્થમાં ધ બ્રેઇનનું રેખાચિત્ર કહી શકાય. ‘મીઠાઈના એક ટુકડો' મિન્ડી રેસ્ટોરાંની આસપાસ રચાતી કથા છે અને એક અનોખો લગ્નસમારંભ'માં પરિણિત વાલ્ડો ફરી લગ્ન કરવા કોશિશ કરે છે. ડેવ લગ્નનું આયોજન કરે છે. ત્યારે વાલ્ડોની પત્ની લીલા પોલા આવી ચડે છે અને એ પછીની ઝડપી ઘટનાઓનું ચિત્ર આલેખતા આ પહેલવાન મલ્લ જેવી સપોલા જાહેર કરે છે : - લીલા સપોલા. મારું નામ ન સાંભળ્યું હોય તો જાણી લો. ઈસ્ટ કોસ્ટમાં નારીદંગલ એટલે સ્ત્રીઓની કુસ્તી, અને એવી બીજી ઘણી રમતોમાં અનેક ચાંદ જીતનારી. મિ. ડેવ, મારા હાથની આ વાનગી પહેલાં તો તમે જ ચાખી લો.' અને આટલું કહેતાંમાં તો ડેવ ધડડના રસાળ પેટમાં એણે એક અંધ મણિયો ગુબ્બો ફટકારી દીધો. “મારા આ કાયદેસરના વર વાલ્ડોને ઉપાડી લાવી આ મગતરી સાથે પરણાવી દેવાનાં કાવતરાં કરો છો ? તમારા આ પૈતરા માટે પ્રથમ તો હું તમને પોલીસને સોંપી તમારા પર કાયદેસર કામ ચલાવવા માગું છું. સમજ્યા ?” અને પછી ચોપાસ નજર ફેરવતાં કહે, “ માં છે મારો વાલ્ડો ?’ અને વાલ્ડો પર નજર પડતાં, “ઓહો !. વરલાડા તમે અહીં છો ?” કહેતી વાલ્ડો તરફ ધસી ગઈ અને બંને બાવડેથી • ચકી એને જાણે રૂનો કોથળો હોય તેમ એક ઝાટકે પોતાની ખાંધ ઉપર અરધો લટકાવી, જેટલી ઝડપથી આવી હતી તેથી બેવડી ઝડપે મંડપની બહાર નીકળી ગઈ. ત્યાં ખડી કરેલી ગાડીમાં અને ઝીંકી દીધો અને પોતે સ્ટીયરિંગ વ્હીલની પાછળ ગોઠવાઈ જઈને ફરી હાંર્નની રમઝટ બોલાવતી, ગાડીને બંક કરી ઘડીના છઠ્ઠા ભાગમાં સુસવાટાભેર • પડી ગઈ." આ પછી તો બિલી પેરી જુઠ્ઠા વાલ્ડોને પરણવાને બદલે ડેવની સાથે લગ્ન કરે છે. 0 ૧૨૩ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy