SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ • બ્રાંડવેની સૃષ્ટિ • ભાગે ખરીદનાર પણ નિરારા થાય, કારણ આવી વાત કરનારા ઘણાખરા આ પ્રકારના જ હોય છે : “હા રે જી ! ગઈ કાલના છાપામાં મેં તારો ફોટો જોયો ને, જરા • ભો રહે, – મેં બી પરમ દિવસે...' ત્યાં બીજો ટાપશી પૂરે : ના, ના. ત્રણ દિવસ પહેલાં...' અને પહેલો પાછો કહે : “ના, ચોક્કસ ગઈ કાલે જ.’ આમ સત્ય પરથી સંશય અને સંશય ઉપરથી આખરે સત્યના ખોખામાં લપસે, હકીકતે વાતને પાયો જ ન હોય, ત્યાં સત્યની તે શી ચર્ચા કરવી ? • શબ્દસમીપ • વાર્તાલેખક ડેમોન રનિયન આપણને એની આ નવલિકાઓ દ્વારા એના સમયની બ્રૉડવેની સૃષ્ટિનો પરિચય કરાવે છે. બ્રૉડવે એ અમેરિકા કે ન્યૂયોર્કની કોઈ રોનક નથી, પરંતુ એની પોતીકી સુષ્ટિ છે. એની મિની રેસ્ટોરાંમાં કૉફી પીવા માટે ભાતભાતના લોકો આવે. દુકાનદાર, ગઠિયાઓ, ફેરિયાઓ, શેઠિયાઓ – એ બધાથી બ્રાંડવેની આ દુનિયા ભરેલી છે. ડેમોન રનિયન બ્રાંડવેની અંધારી આલમનો પૂરો જાણકાર છે. રનિયનને વાર્તાકાર તરીકે મોપાસાં કે ચેખોવ જેટલી નામના મળી નહિ, પરંતુ એની શૈલીનો એવો પ્રભાવ પડ્યો, કે તેને કારણે એ ‘રનિયનિઝમ' નામનો વાદ સર્જી ગયો. એક દિવસની મહારાણી' અને અન્ય નવલિકાઓની કથાભૂમિ છે બ્રાંડનો વિસ્તાર, એ બ્રૉડવેના વિસ્તારમાં માનવસ્વભાવનાં જે શ્વેત અને શ્યામરંગી ચિત્રો જોવા મળ્યાં તેને તાદૃશ ચિત્રો સર્જતી શૈલીથી એ વિસ્તાર સાથે અને એ વ્ય િતઓ સાથે સર્જક આપણો ઘરોબો બાંધી આપે છે. બ્રૉડવેમાં બ્રાંડમાઇન્ડેડ માણસો છે અને એ જ રીતે પ્રેમમાં ઘવાયેલા એવા ગમગીન માણસો છે કે એમનાં આંસુ એકઠાં કરીએ તો કેટલાય સાગર છલકાય. ટાઈમ્સ વેર પર જામતા ગઠિયા, માફિયા અને જુગારીઓના અડ્ડાની દુનિયા આમાં પ્રત્યક્ષ થાય છે. આ પુસ્તકની ‘એક દિવસની મહારાણી’ નવલિકામાં માદામ લા ગિબ્સનું ચિત્ર ફિલ્મ અને રંગભૂમિના કલાકારને આકર્ષે તેવું છે. વિશેષ તો રનિયનની (અને ચંદ્રવદન મહેતાની પણ એટલી જ) તાદૃશ શૈલીમાં આ ચિત્ર આલેખાયું છે : હવે માદામ આ ગિમ્ય એ તો નામ જ મોટું; બા કી દર્શન કરો તો બધું જ ખોટું. વ્યતિ , ઘરેણાં, શરીર બધું જ તકલાદી. આજ પંદર વર્ષથી આ બાઈને હું બ્રાંડવે પર જોતો આવ્યો છું. એક વાર જુઓ તો ચાળીસકનો અડસટ્ટો કહો ને બીજી વાર જુઓ તો પચાસનો પણ કરી નાખો. કદીક છાપાં વેચે, કદી કે ફૂલો વેચે. પણ એનાં છાપાં કોણ એનો બાપ ખરીદે ? કારણ, મોટે ભાગે એ ગઈ કાલનાં જૂનાં છાપાં જ લઈને ફરે; અને ફૂલ કોઈની ઠાઠડી ઉપરથી એ કઠાં કરેલાં. એટલે અરધાં તો ત્યાં જ મરેલાં – કરમાયેલાં હોય. કોઈ વળી ખરીદવા પૈસા આપે, પણ ફૂલ હંગાથે ન લે. અને છાપામાં તો આગલે દિવસે સાંજે કે રાતે કોઈને પોતાના વિશે કંઈ આવ્યું છે. કે પોતાનો છબો છપાયો છે, એવી બાતમી મળે તો તે વાસી છાપું ખરીદે. મોટે હવે, ભાઈ, કોઈએ તો મને એમ પણ કહ્યું કે માંદામ અસલ તો અસ્પાનિયામાં ફક્કડ નાચનારી હતી. હાથમાં લાકડાની પતાકડી કડડ કડડ બોલાવતી, બંને હાથનો ઉપરનીચે ઠુમકો કરતી, મિનારત જેવો મોટો અંબોડો બાંધતી, અને ખંભે પારસિલેનાબોરસિલોનાની શાલ પણ વીંટાળતી. પણ ‘એકસરખા દિવસ કોઈના સુખમાં જાતા નથી.’ એમ એનું પણ બન્યું. વાજું વગડવું ત્યાં સુધી સારું ગાડું બગડ્યું ત્યારે ગબડવું ધરાપાટ ! કોઈ કહે છે કે એને • યાંક અકસ્માત થયેલો એટલે પગમાં જરા લંગડાશ આવી ગયેલી, એને પ્રેમમાં તાણો કંઈક વધારે ખેંચાઈ ગયો એટલે તાંતણો તૂટી જવાથી જિંદગીમાં પણ કડવાશ વધી ગઈ. એ કડવાશ નિવારવા માદામ જિનમાં લાઇમ કે લાઇમમાં જિન ભેળવીને પીતી. પછી તો એકલું જિન પીવામાં જ એ મચી રહેતી. એના કોઠાને તો જિન, ૨મ બિસ્કી, બધું જ સરખું હતું.” બ્રૉડવેની દુનિયાના ‘દોસ્તીમાં ઈડ અને બેનીની પંદર વર્ષની પાકી દોસ્તીની વાત છે. બ્રાંડવેમાં બેની બેની ધ બ્લાઇન્ડ'ના નામે ઓળખાય છે. અંધ બેનીની જગત જોવાની આંખ છે ઈડ. ઈડ જે કંઈ જુએ એનું વર્ણન બેનીને સંભળાવે . ઘોડાદોડની શરત ચાલતી હોય, ફૂટબૉલની મૅચ રમાતી હોય કે “રેડ હૉટ લવ' નાટકની રજૂઆત થતી હોય – આ જુગલજોડી ત્યાં પહોંચી જાય. પછી એને ઈડ જુએ અને વર્ણવે. આ બેનીને પચીસેક વર્ષની મેરી મારબલ સાથે પ્રેમ થાય છે. ઈડ પણ એને ચાહતો હોય છે. ઈડ બેનીને પાણીમાં ડુબાડવાની કોશિશ કરે છે. અને પછી પાણીમાં ડૂબતા બેનીએ ‘ગુડ બાય ઈડ” કહ્યું ત્યારે ઈડ એને બચાવવા કુદ્યો અને પછી બંને મિત્રો પોતાનો હિસાબ ચોખ્ખો કરે છે. બેની આ ઘટના ભૂલી જઈને નવેસરથી વાત કરવાનું કહે છે. ઈડ પૂછે છે, ખરેખર, બેની ! તું આ ઘટના ભૂલી જવા માગે છે ? તને મારા ઉપર રોષ કે રીસ કશું કહેવા... ૧૧૯ ] 3 ૧૧૮ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy