SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ગેરલાભ ઉઠાવે છે. લેરેમા વાંગાને નામે પોતાનો સ્વાર્થ સાધે છે, પણ સાથોસાથ પોતાને વાંઝિયો રાખવા માટે વાંગાને મહેણાં મારવાનું ચૂકતો નથી. શુનું અને નાખ્યુઆની માતા ટાટુને વાંગામાં સહેજે શ્રદ્ધા નથી. રોજિંદી સામાજિક અને ધાર્મિક બાબતોમાં વાંગાની સલાહ લેતી હોવા છતાં આ જાતિને વાંગા માટે વિશેષ આદર નથી. વાંગાની સેવા માટે આ જાતિ કેવી વ્યક્તિની પસંદગી કરે છે, તેના પરથી આની ઝાંખી થશે. પૂજારી લેરેમાં નપુંસક છે અને તેની પત્ની મક્બુ મંદિરમાં અનૌરસ પુત્રને લઈને આવે છે. વાંગા પ્રત્યેનો અભાવ અન્યત્ર પણ સૂચવાયો છે. જ્યારે ટાટુને ખ્યાલ આવે છે કે નાડુઆ લેકિન્ટો સાથે બહાર જાય છે ત્યારે તેને ભીતિ લાગે છે કે તેની દીકરી હવે કુમારિકા રહી નથી. આથી ટાટુ તત્કાળ નાખ્યુઆનાં લગ્ન મંદિરમાં કરવાનું નક્કી કરે છે, કારણ કે યુવાન છોકરી ખોટા રસ્તે દોરવાય તેમાં વાંગા મદદરૂપ થતા હોય છે. | બીજી બાજુ નાટકમાં પરદેશીઓના ધર્મ વિશે માત્ર એટલું જ કહેવામાં આવે છે કે તેઓ દેવળ બાંધે છે. એમની ધર્મભાવના વિશે કશું કહેવાયું નથી. પાત્રની ભાષા દ્વારા તે પાત્રના આંતરિક વલણનો પરિચય આપે છે. ‘ધ બ્રાઇડ'નાં મોટા ભાગનાં પાત્રો આફ્રિ કને જાતિમાં ઊચી ગણાતી પ્રતીકાત્મક ભાષા પ્રયોજે છે. વિભિન્ન પ્રકારની કલ્પનામાં નાટયલેખકનું ભાષાકૌશલ જોવા મળે છે. યુવાનો અને વૃદ્ધો સમાને ભાષાનો ઉપયોગ કરીને નાટકમાં એક વાતાવરણ રચે છે અને એથી જ લેકિન્ડો અને એના પિતાની ભાષામાં અભિવ્યક્તિની દૃષ્ટિએ કશો ભેદ નથી. બુકન્યાએ યુવાનો અને વડીલો વચ્ચેનો ભાષાભેદ બને તેટલો ગાળી નાખ્યો છે. પરિણામે બધાં પાત્રોની ભાષામાં સામ્ય દૃષ્ટિગોચર થાય છે. ‘આફ્રિકનનેસ’નો આગ્રહ સેવતા નાટ્યસર્જક બુકન્યાએ લેકિન્ટો અને એના પિતાના વિવાદને કાવ્યાત્મક અભિવ્યક્તિમાં આલેખ્યો છે. વાસ્તવમાં આવું કાવ્યાત્મક શૈલીયુદ્ધ હોતું નથી. પરિસ્થિતિ મુજબ લેકિન્ડો એના પિતા કરતાં જુદી બે બોલતો હોત તો આફ્રિકન પરિવેશ વધુ સારી રીતે જળવાયો હોત. નાટ્યલેખકની કાવ્યાત્મક શૈલીને કારણે પિતા-પુત્ર વચ્ચેનો વૈચારિક સંઘર્ષ ઊપસતો નથી. આ સંઘર્ષના આલેખનમાં સૌંદર્યમઢી અભિવ્યક્તિ છે, પણ ભાવની ઓટ નથી. ૧૧૪ ] • આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • શુનું ; લેકિન્ટો. માણસોની જીભ ઘણી વાર જુઠું બોલે છે. મને હતું કે બીજા દિવસોની જેમ મેં આજે પણ જૂઠાણું જ સાંભળ્યું હશે. આના કરતાં તો અહીંથી વહેલાં જતા રહેવું તું ને, જેથી મારે આ બધું જોઈને આંખો બાળવાનો વારો આવતા નહીં. લેકિન્ડો : તમારી આંખોને હજુ ઘણું જોવાનું બાકી છે અને તમારા કાન માટે તાજા સમાચાર પણ છે : અહીં ઊભી છે તે મેરીઓની દીકરી નાખ્યુ-આને આલ્બીનોની મંડળીમાં દીક્ષા આપી છે. શુનું ; દીક્ષા આપી છે એ વાત મારા માટે કંઈ સમાચાર જેવી નથી : આખા ગામમાં એ વાત ચર્ચાય છે. લેકિન્ડો, મારે જે જાણવું છે તે એ છે કે એને દીક્ષા આપી છે કોણે ? લેકિન્ડો : અમે આપી છે. શુ : અને આવી સત્તા ધરાવનાર તમે છો કોણ ?તમે પોતે તો હજુ હમણાં જ શૈશવના કોચલામાંથી બહાર નીકળ્યા છો અને લોકોને મંડળીમાં પ્રવેશ આપવાની હિંમત કરો છો ? લેકિન્ટો : આ મેદાનની વસ્તીમાં શૈશવની કાંચળી અમે ઉતારી નાખી છે. અને અમને હવે જોવનાઈના વડ પર ભલે નાની તો નાની પણ શાણપણની ડાળીઓ ફૂટી ચૂકી છે. અમારા વડીલો જે કાંઈ કરવાનું ચૂકી ગયા તે બધું અમે જ પાર પાડીશું. અહીં સંવાદો ટૂંકા અને માર્મિક હોય તે જરૂરી હતું. પિતા-પુત્ર વચ્ચેના વૈચારિક સંઘર્ષમાં સંવાદોની આવી પટાબાજી બહુ અનુરૂપ લાગતી નથી. નાડુઆએ આફ્રિકન લોકસાહિત્યનાં અતિ સરળ અને અપ્રત્યક્ષ નિરૂપણોનો વિરોધ કર્યો છે, પણ તેઓ ખુદ એનો ભોગ બન્યા છે. નાટકમાં પ્રયોજાયેલા રૂઢિપ્રયોગો અને અભિવ્યક્તિની તાજગી નોંધપાત્ર છે અને તે નાટકના હેતુને પ્રગટ કરવામાં સહાયક બને છે. નાટકના શીર્ષકમાં અને મંદિરની ખોપરીમાં નાટકની મૂળભૂત પ્રતીકાત્મક્તા પ્રગટ થાય છે. મેદાની પ્રદેશના લોકોની આધ્યાત્મિકતાને પ્રગટ કરતા મંદિરમાં 3 ૧૫ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy