SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ભોગ બન્યો છે અને પરિણામે તેની પાસેથી બળદ અને ગાય વાંગાની ભેટ રૂપે મળશે ત્યારે આનંદ અનુભવે છે. લેરેમા વાંગામાં બદલાય છે, વાંગાના રૂપે બોલે છે,ત્યારે મકુમ્બુ વાંગાની દેવદાસી તરીકે વર્તન કરીને જુદા જુદા પાઠ ભજવવાની કલામાં નિપુણતા દાખવે છે. એનું આ કૌશલ એના પતિને વાંગાનું પાત્ર ભજવવામાં સહાયક બને છે. પોતાના મૃત પુત્રની ખોપરી સાથેના તેના સંબંધો તેને એક મનોરુગ્ણ નારી તરીકે રજૂ કરે છે જે પોતાની ચિત્તસ્મૈર્ય ગુમાવવાની અણી પર છે, તે ડાકણની જેમ વર્તે છે અને તે માને છે કે લેટી જીવંત છે. લેટીનાં લગ્નની ગંભીરતાથી દરખાસ્ત કરે છે. હકીકત એ છે કે તેણે ખોપરીનાં લગ્નની વિધિ કરવા માટે લેરેમા પર દબાણ કર્યું . આ સમયે શુન્ડુ મંદિરમાં ધસી આવે છે ત્યારે મકુમ્બુ ખોપરી છુપાવવાનું ડહાપણભર્યું કામ કરે છે. ‘ધ બ્રાઇડ’નું વિષયવસ્તુ ત્રણ પ્રવાહમાં વહે છે. આ ત્રણ વિષયવસ્તુ છે મનસ્વીપણે કરાતો સામાજિક ભેદભાવ, બે પેઢી વચ્ચેનું અંતર અને ધર્મનો અયોગ્ય ઉપયોગ. આ વિષયવસ્તુ એક્બીજા સાથે આંતરિક રીતે ગૂંથાયેલું છે. આ બાબતો આ પ્રદેશના લોકોની પરંપરાગત જીવનશૈલીના મૂળમાં દૃઢ રીતે રોપાયેલી છે. વળી આ પ્રજા તેના કલ્યાણ માટે વાંગાદેવ પર આધાર રાખે છે. ‘ધ બ્રાઇડ'માં રજૂ થયેલો એક સંઘર્ષ તે પ્રદેશના વડીલો દ્વારા લદાયેલા પ્રતિબંધની આસપાસ આકાર લે છે. આ પ્રતિબંધ તદ્દન પાયા વિનાની ધાર્મિક ભાવનાના રૂપમાં શુન્તુ અને તેના વડીલોની ટુકડી નામ્બુઆના તેની વયસ્ક યુવાનો સાથેના સુન્નત કરવાના અધિકારના ઇન્કાર રૂપે જોવા મળે છે. વડીલો દાવો કરે છે કે પોતાની નામ્બુઆના મસ્તક પર કોઈ અધિકાર ધરાવે તેવા પ્રેતાત્માને તે ઊભો કરી શકે તેમ નથી, કારણ કે તેઓ તેમના પૂર્વજોને જાણતા નથી તેમજ એમને ક્યાં દફનાવ્યા છે તેની એમને ખબર નથી. નામ્બુઆને માન્યતા આપવાનો ઇન્કાર કરવાના હાંસીપાત્ર કારણ તરીકે આનો ઉપયોગ થાય છે. હકીકતમાં તો નામ્બુઆના દાદા આ પ્રદેશની સ્ત્રીને પરણ્યા હતા. નામ્બુઆની નાની અને તેની મા બન્ને આ પ્રદેશની સ્ત્રીઓ હતી. પરદેશી ગણીને નામ્બુઆને કઈ રીતે અલગ પાડી શકાય ? લેકિન્ડોની આગેવાની હેઠળ યુવાન પેઢી માને છે કે મેદાની પ્રદેશના સમાજમાં પ્રેમ અને યૌવનના સહજ અનુભવોને માપદંડ તરીકે સ્વીકારવા - ૧૦૮ ] આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • જોઈએ. આ દૃષ્ટિએ નામ્બુઆ વયસ્ક યુવકોની મંડળીમાં સામેલ થવાની પૂરી યોગ્યતા ધરાવે છે. તેને આ યુવાનો સારી રીતે જાણે છે અને આ બધાની સાથે જ એ મોટી થઈ છે. મેરીઓ અને તેની પત્ની ટાઢુ બંને આ પ્રદેશમાં જન્મ્યાં અને ઊછર્યાં હોવાથી મેદાની પ્રદેશની પ્રજા તરીકે માન્યતા ધરાવતાં હતાં. • બીજાં બધાં પાત્રો કરતાં મેરી આ પ્રદેશની પ્રજાની સુખાકારી માટે વધુ કાર્યશીલ છે. ટેકરીઓની જંગલી પ્રજાના છેલ્લા આક્રમણ સમયે મેરીઓ આ પ્રદેશના રક્ષણ માટે વ્યવસ્થા કરે છે, પરંતુ આ પ્રજા એમના તરફ ભેદભાવની તિરાડ કાયમ રાખવા ચાહતી હોવાથી તેઓ મેરીઓના પ્રયત્નોને સામાન્ય ગણીને ઉતારી પાડે છે. નામ્બુઆ આ અપમાનજનક ભેદભાવને પ્રગટ કરતાં કહે છે : નામ્બુઆ : પરદેશીઓ આવા પ્રેમને પાત્ર નથી. મારા બાપુજી મેરીઓનો દાખલો લો. આ મેદાનની વસ્તી તેમને અપનાવે એ માટે તેમણે શું શું નથી કર્યું ? પોતાના પિતાની જેમ એ અહીં જ પરણ્યા. વાવવાનું, લણવાનું કે વીણવાનું - ગામનું ગમે તે નાનુંમોટું કામ હોય - નગારાનો સાદ પડશે દોડી જવામાં એ મોખરે રહ્યા છે. સૂર્યાસ્તવાળી ટેકરીઓ પાછળથી જંગલી ટોળીઓએ હુમલો કર્યો ત્યારે દરેક રસ્તે ચોકીઓ મારા બાપે જ ઊભી કરી ’તી અને છેવટે એ હુમલાખોરોને ટેકરીઓની પાર તગેડી મૂક્યા'તા. લેકિન્ડો : હા, પણ વસ્તીએ એમનું બહુમાન પણ કર્યુંતું ને ? જમીન અને મકાનનો હક તેમને મફતમાં મળ્યો'તો. અને ગાર્ધન્યાએ તો પોતાની એક દીકરી બીજી પત્ની રૂપે આપવાનું પણ કહ્યું 'તું. જોકે તારા બાપુજીએ એની ના પાડીતી. નામ્બુ ગાથેન્યાની દીકરીને મારા બાપુજી પત્ની તરીકે સ્વીકારી શકે તેમ નતા. આ દીકરીની મા એટલે કે ગાલેન્યાની પત્ની મારા બાપુજીની માની બહેન થાય; પણ અમે રહ્યા પરદેશી, અમારે એવા કોઈ નિષેધ હોય નહીં... લેકિન્ડો : એ તો શરમજનક અપમાન કહેવાય. મને એની ખબર નહીં. નામ્બુઆ પણ ગાથેન્યાએ એ જ કર્યું; અને એમાં કોઈ ઇરાદો ન હતો એવું Q ૧૦૯ –
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy