SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ : માટે સંભાળ લેવાની હોય છે, પરંતુ તે અન્યના દુર્ભાગ્યમાં આનંદ અનુભવતો લાગે છે. આવા દુર્ભાગ્યના નિવારણ કાજે લોકો ઢોર અને બીજી કીમતી ચીજવસ્તુઓ મંદિરને બલિ રૂપે સમર્પિત કરે છે. લેસીજોરેને શ્રીમંત બનાવાની પ્રાર્થના કરે છે જેથી એના મંદિરની પુનઃમુલાકાત ઋણભર્યા સમર્પણભાવ સાથે થાય. લેસીજોરે છેવટે મંદિર ત્યજે છે, ત્યારે શ્રમિત લેરેમા નિસાસો નાખે છે. લેરેમા વાંગાદેવને નામે કાર્ય કરે છે, પણ વાંગાદેવમાં તે ખુદ શ્રદ્ધાનિષ્ઠ નથી. મંદિરના કાર્યમાં સહેજે આનંદ અનુભવતો નથી, કારણ કે માત્ર આજીવિકા અર્થે જ એ સઘળાં ધાર્મિક કાર્યો કરે છે. જ વાંગામાં અવિશ્વાસ ધરાવતો લેરેમા સ્પષ્ટ રૂપે તેને પોતાને સંતાનસુખના આશીર્વાદ આપ્યા નહીં, તે માટે દોષિત ઠેરવે છે. 14 લેરેમાં મકુમ્ભુ, તારા દીકરા સામે આપણા દીકરા સામે જો. વાંગાદેવે આપણને પોતાના મંદિરની છત્રછાયા હેઠળ રાખ્યા છે અને તે આપણને આવું દુઃખ કેમ આપે છે આળસુ, અને પશુ જેવા બેસુમાર મૂર્ખ લોકો ઢગલાબંધ છોકરાંની લંગાર જણે છે ને ઉછેરે છે અને છોકરાં જોઈએ છે કે નહીં એની એમને કશી પડી પણ નથી હોતી. કેટલીક સ્ત્રીઓ તો જણવાનું બંધ કરવાનાં ઓસડિયાં શોધવા વનવગડે ભમી વળે છે. અને આપણે જુઓ ! આપણને મળી છે આ ખોપરી, એને છોકરું માનીને આપણે ઉછેરવાની. મકુમ્બુ : વાંગાદેવ જે એક હાથે આપે છે તે હું બે હાથે જકડી રાખું છું. હું ફરિયાદ કરતી નથી. 1 લેરેમાં હું પણ ક્યાં ફરિયાદ કરું છું ? મકુમ્બુ : તમે તો કરો જ છો વળી. સવારથી સાંજ સુધી મારે તમને કેટલી વાર કહેવું પડે છે કે મૂર્તિ પાછળ આપણો દીકરો છે જ.બારે માસ તમારી લવરી ચાલુ હોય છે ‘મારે દીકરો હોત તો સારું.' વારસદાર વગરની સંપત્તિને લેરમા નિરર્થક માને છે. બીજી બાજુ લેસીજોરેને પુષ્કળ બાળકોના આશિષ સાંપડે તેવી વાંગાને પ્રાર્થના કરે છે. મંદિરની પરિસ્થિતિ Q ૧૦૬ D આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • પર લેરેમાનું કશું નિયંત્રણ નથી. તે મકુમ્ભુનો આજ્ઞાંકિત પતિ છે, જે તેને લેટી ખોપરી – માટે વિચિત્ર, હાંસીપાત્ર વિધિ કરાવવાનો હુકમ કરે છે. શુન્ડુ મંદિરમાં ધસી આવે છે અને મેદાનમાં વસતી પ્રજાને મંદિરમાં બોલાવવા હુકમ આપે છે અને કારણ જાણ્યા વિના લેરેમા લોકોને બોલાવે છે. લોકોને બોલાવીને પોતે વાંગામાં પરિવર્તન પામ્યો છે, તેમ કહીને તેમને મૂર્ખ બનાવે છે. વાંગા તરીકે એ આરોપ મૂકે છે કે વડીલોએ તેમની વચ્ચે પરદેશીઓને રહેવા દઈને આફત વહોરી લીધી છે. યુવાનોના પ્રશ્નને ઉકેલવાને બદલે તે એમની પાસે બલિદાન માગે છે અને પરદેશીઓનો સંહાર કરવા કહે છે. લેકિન્ડો અને શુન્ડુ વચ્ચેના વિખવાદનું કારણ નામ્બુઆ છે, તે લેરેમા સારી પેઠે જાણે છે. તેથી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા એ મેરીઓને દારૂ પીવા નિમંત્રણ આપે છે જેથી નામ્વઆનાં લગ્નની અનુમતિ મેળવી શકે. અંતિમ દેશ્ય દરમિયાન એ પ્રતીતિ થાય છે કે એની યોજના સાવ વિફળ ગઈ છે, ત્યારે લુચ્ચાઈથી લેકિન્ડો ને નામ્બુઆ સાથેનાં લગ્ન માટે આશીર્વાદ આપી સમાધાનનો માર્ગ શોધે છે. અંતિમ દશ્યમાં લેરેમાં ઝડપથી પરાજય સ્વીકારે છે, ત્યારે પ્રશ્ન એ થાય કે લેરેમા આટલી ઝડપે શા માટે તાબે થયો ? પોતે નપુંસક હોવાથી નામ્બુઆ પાસેથી સંતાન પ્રાપ્ત કરી શકે તેમ નથી તે કારણે ? કે પછી લેકિન્ડો અને નામ્બુઆનો ઉપયોગ કરીને મુશ્કેલ સંજોગોમાં પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરી રહ્યો છે ? નાટ્યલેખક આ વિચાર દર્શકોની કસોટી પર છોડી દે છે. નાટકની ત્રણ સ્ત્રીઓમાંની એક મકુમ્બુ વડીલ છે અને એ આલ્બીનોની મંડળીનું સભ્યપદ ધરાવતી નથી. બીજી બે સ્ત્રીઓ ટાટુ તે મેરીઓની પત્ની અને સીકીટુ એની બહેન છે. મકુમ્બુ લેરેમાની પત્ની છે, તેથી વાંગાની દેવદાસી છે. નાટકનાં તમામ પાત્રોમાં એ વિશેષ રહસ્યમય છે. લેરેમાને સંતાનસુખની પ્રાપ્તિ માટે પરણી હતી. તેને બાળકની અપેક્ષા હોય છે. લેરેમા નપુંસક હોવાથી તેને બાળક થયું નહીં, જ્યારે એનું અનૌરસ બાળક મૃત્યુ પામ્યું. મકુમ્બુએ એ અનૌરસ મૃત બાળકની ખોપરી સાચવી રાખી હતી અને તે જીવંત હોય તેમ તેની સાથે વર્તતી હતી. મકુમ્બુ કુથલીખોર હતી અને તેના પતિની જેમ તે પણ અન્ય લોકોના દુર્ભાગ્યથી આનંદિત થાય છે. જ્યારે તેને ખ્યાલ આવે છે કે લેસીજોરે કમનસીબીનો 109
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy