SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • ગુણવંતરાય આચાર્યે રાણપુરમાં હુસેનઅલી વોરા નામના પ્રકાશકને ‘સોરઠી સમશેર” નામની નવલકથા લખીને આપી. આ એમની પહેલી નવલકથા હતી. એ સમયે એમને મુખ્યત્વે ઇતિહાસ પર વિશેષ રુચિ હતી હતી. દરિયાઈ શ્રેણી અને વિજયનગર શ્રેણી એમની પ્રખ્યાત નવલકથાઓ. આ ઉપરાંત સામાજિક નવલકથાઓ, રહસ્યકથાઓ, નવલિકાસંગ્રહો, ચરિત્રો, બાળસાહિત્ય અને નાટકો પણ તેમણે લખ્યાં છે. ‘દરિયાઈ સાહસ શ્રેણી’ અને ‘અલ્લાબેલી’ નાટક એ ગુણવંતરાયનું ગુજરાતી સાહિત્યને ચિરંતન અર્પણ. વેગવંત અને પ્રાણવાન નવલકથાઓના આ લેખક પ્રવાહી અને બલિષ્ઠ ગદ્યશૈલીને કારણે સાહિત્યરસિકોના હૃદયમાં સદાને માટે સ્થાન પામ્યા છે. પોતાના દિલમાં દરિયાદિલી રાખીને તેઓ જિંદાદિલીભર્યું જીવન જીવ્યા. વાણી કે વર્તનમાં ક્યાંય દ્વેષ જોવા ન મળે. ઉત્સાહનો ફુવારો અને અનેક દેશીય બહુશ્રુતતા ધરાવનારા અખૂટ ઝરા જેવા હતા. ગુણવંતરાય આચાર્ય સાથે એક વાર કૅમેરા વિશે વાત નીકળી. કૅમેરા કઈ કઈ જાતના, એના કયા ભાગ બનાવવા મુશ્કેલ - જેવી બાબત પર એમણે અર્ધો કલાક સુધી વિગતો આપી. એમની વિગત રજૂ કરવાની શૈલી એવી કે શ્રોતા સહેજે ખસે નહીં. કોઈ પણ સમકાલીન બનાવ માટેનું યોગ્ય દૃષ્ટાંત એમની પાસે હાજરાહજૂર રહેતું. વળી કથનશૈલી એવી તાજગીભરી કે શ્રોતા સમય અને સ્થળ ભૂલી જતા. સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે એમણે નિષ્કામ પુરુષાર્થ કર્યો. વિવેચકો કે ચર્ચાકારોની પરવા કર્યા વિના પોતાને પ્રિય લાગે તેવું સાહિત્ય તે સર્જતા રહ્યા હતા. સભા અને મંડળોથી ગુણવંતરાય આચાર્ય દૂર રહેતા. માન-સન્માનની બહુ ચાહના નહીં. ૧૯૪૭ની બીજી માર્ચે અમદાવાદમાં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે તેમણે આત્મપ્રશંસા કે લેખનની કેફિયત રજૂ કરવાને બદલે શૂરવીરના ખમીરની અને સ્વાતંત્રની વાતો કરી હતી. જીવનની વિપદા સામે એમણે કદી ફરિયાદ કરી નથી અને પોતાના સાહિત્યની સમીક્ષા થાય તે માટે કદી કોઈને કશું સૂચન કર્યું નથી. ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જક ‘ધૂમકેતુનું અવસાન થતાં એમની ગુપ્તયુગની નવલનગ્રંથાવલિમાં ‘ધ્રુવદેવી' નવલકથા અપૂર્ણ રહી. ગુણવંતરાય પોતાના મિત્રની એ નવલકથાનું અધૂરું પુસ્તક પૂર્ણ કરવાની વાત કરી. ૧૯૯પની In ૨૬૯ ] • લીલીછમ ક્ષણો • ચોથી ડિસેમ્બરથી ‘ધ્રુવદેવી'નાં બાકીનાં પ્રકરણો મળતાં રહેશે એવો ગુણવંતરાય વાયદો આપ્યો. પણ એ વાયદો જ રહ્યો ! તેમને ઓચિંતું આગમનું તેડું આવ્યું. છેલ્લે છેલ્લે એક બ્રાહ્મણની અદાથી પત્ની નીલાબહેન સાથે બદ્રિકેદારની યાત્રા કરીને આવ્યા હતા, એના હિમખંડોની વાત એમણે કરી હતી. તેમણે લખેલાં કેટલાંક નાટકો ભજવાયાં અને એનું ફિલ્મરૂપાંતર પણ થયું. એમની એક નવલકથા પરથી તૈયાર થયેલી ફિલ્મ ખૂબ પ્રસિદ્ધિ પામી, પણ એ ફિલ્મ-નિર્માતાએ આ કથાનકનો ઉપયોગ કરવા માટે ગુણવંતરાય આચાર્યની મંજૂરી સુધ્ધાં માગી ન હતી. ફિલ્મક્ષેત્રમાં પણ લેખક તરીકે એમણે સારી એવી નામના મેળવી હતી. ગુણવંતરાયે ૧૯૬૫ની ૨૪મી નવેમ્બર બુધવારે સવારે ‘ગુજરાત સમાચાર'ના રવિવારના અંક માટે ‘ધરાગુર્જરી” કૉલમ લખ્યું. એમાં વાચાળ શ્રોતાઓ અંગેની વર્તમાન પરિસ્થિતિ પર ટીકા કરતાં લખ્યું, ભાષણખોરોનો યુગ પૂરો થયો છે. હવે તો વ્યવહારદક્ષતાનો યુગ બેસવો જોઈએ...... પંખીઓની દુનિયામાં વાચાળમાં વાચાળ પ્રાણી પોપટ છે ને કમજોરમાં કમજોર ઊડી શકનારું પ્રાણી પણ એ જ છે.” એ દિવસે સાંજે સાતેક વાગ્યે ગુણવંતરાય આચાર્યે એમની નવલકથા ‘સરમત સંઘાર'નું છેલ્લું પ્રકરણ પૂર્ણ કર્યું. નવલકથા પૂર્ણ થતાં એમણે એમનાં પત્ની નીલાબહેનને કહ્યું, નીલુ, આ પુસ્તક તને અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ અત્યાર સુધીમાં તને ઘણાં પુસ્તકો અર્પણ કર્યા છે અને આ પુસ્તક માભોમની રક્ષા કરી રહેલા નરવીર જવાનોને અર્પણ કરવાનું છે !” આમ પત્નીની સંમતિથી છેલ્લું પુસ્તક ભારતીય જવાનોને અર્પણ કર્યું. જેમના સાહિત્યના શબ્દેશબ્દમાં ખમીરનાં દર્શન થતાં હોય, તે વિદાયવેળાએ ખમીરનું જ સ્મરણ કરે ને ! 1 ૨૭૦
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy