SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા એનું સ્વરૂપ પણ ક્યાંથી સમજી શકે ? મીરાંની માફક તેઓ પણ ‘ઘાયલ કી ગત ઘાયલ જાને' કહે છે. એથીય વિશેષ આનંદઘન કહે છે કે આ પ્રેમનું તીર એવું અચૂક છે કે જેને તે વાગે છે તે વાગેલું જ રહે છે. અને આ ‘પ્રેમ સુહાગણ’ નારી પોતાના પ્રિયતમનાં અંગોની સેવા કરે છે, ત્યારે સુંદર રૂપક-લીલાથી આનંદઘન કહે છે કે એના હાથે ભક્તિના રંગની મેંદી ઊગી નીકળે છે, અત્યંત સુખદાયક ભાવરૂપ અંજન આંજે છે, સહજ સ્વભાવરૂપ ચૂડી પહેરે છે, સ્થિરતારૂપ કંક્સ ધારણ કરે છે, ધ્યાન એને ખોળામાં લે છે, સૂરતાનો સિંદૂર એની સેંથીમાં પુરાય છે, અનાસક્તિરૂપ અંબોડો વાળે છે, જ્યોતિનો પ્રકાશ એના અંતરાત્માના ત્રિભુવનમાં પ્રગટે છે અને કેવળજ્ઞાનરૂપ અરીસો હાથમાં લે છે. આ પદમાં કવિએ ‘અનુભવરસ થી સૌભાગ્યવતી બનેલી નારીના આનંદ-શણગારને રૂપકથી મનોરમ રીતે શણગાર્યા છે. અને છેલ્લે અંતરની એ આનંદમય દશાને આલેખતાં કવિ કહે છે : ઉપજી ધુની અજ પાકી અનહદ, જિત નગારે વારી; ઝ ડી સદા આનંદધન બર ખત, વનમોર એ કે તારી.” શુદ્ધ ચેતનાના મંદિરમાં ચેતન આવે છે, અવર્ણનીય મેળાપ થાય છે અને આત્મસ્વરૂપનું દર્શન થાય છે. આ સમયે વિચાર આવે છે કે આમાં કરનારો કોણ અને કરણી કોની ? વળી આનો હિસાબ પણ કોણ માનશે ? કવિ આનંદઘન કહે છે : “સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, કરતા કૌન કૌન કુની કરની ? કૌન માર્ગગા લેખા ?” (‘આનંદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૧૨૬) આ સમયે કેવા આનંદના દિવસો વીત્યા છે, તેનું સુમતિના મુખે આલેખન કરતાં કવિ કહે છે કે, હે ચેતન ! તારા મીઠા બોલ પર હું વારી જાઉં છું, તારા સિવાય બીજા બધા મને બૂરા લાગે છે. હવે તારા વિના મારાથી રહેવાશે નહીં. સુમતિ કહે છે : મેરે જીયકું કલ ન પરત હૈ, બિનું તેરે મુખ દીઠડે; પ્રેમ પીયાલાં પીવત પીવત, લાલન ! સબ દિન નીઠડે.” આ સમયે ‘સોહે સોહં 'નો ધ્વનિ ગુંજવા લાગે છે. કવિ આનંદથનને તો આ સિવાય બીજો કોઈ વિચાર કરવો પસંદ જ નથી : ચેતન ! ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં, સોહં અણુ ન બીયા સારો.” (‘આનંદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૨૪૯) અંતરને બારણે અનાહત્ નાદના વિજયડંકા બજવા માંડે છે. આનંદરાશિરૂપ મહાયોગી આનંદથન 170 વર્ષા મુશળધાર વરસવા માંડે છે. અને વનના મયૂરો એકતારરૂપ થઈ જાય એવી એકરૂપતા સુમતિ અને ચેતન વચ્ચે સધાય છે. મીરાં અને આનંદઘનનાં પદોમાં નિરૂપણનું લાલિત્ય સરખું છે, પરંતુ બંનેનો આલેખ્ય વિષય તદ્દન ભિન્ન છે. મીરાં પ્રણયની નિર્વાજ અનુભૂતિનું સાહજિક આલેખન કરે છે, જ્યારે આનંદઘનમાં એ પ્રણય સુમતિ અને ચેતનના આત્મપિપાસું પ્રણયના પરિવેશમાં લપેટાયેલો છે. મીરાં કહે છે કે એણે તો ‘પ્રેમ આંસુ ડાર ડાર અમર વેલ બોઈ.’ આમ મીરાંએ આલેખેલા પ્રણયમાં એ પોતે જ પાત્રરૂપે આવે છે. જ્યારે આનંદઘનમાં તો કવિ પ્રણયાલેખનમાં પણ અધ્યાત્મભાવને વ્યક્ત કરતાં રૂપકો આલેખે છે. મીરાંનાં પદોમાં આવતાં પાત્રો એ સ્થૂળ સંસારનાં પાત્રો છે, જ્યારે આનંદઘનમાં આવતાં પાત્રો એ કોઈ આત્મઅનુભવના પ્રતીકરૂપે આલેખાયેલાં રૂપકો છે. ચેતન પતિ, સુમતિ પત્ની, કુમતિ શોક્ય, જ્ઞાન (અનુભવો અને વિવેક એ સુમતિના ભાઈઓ તેમજ ચેતનના મિત્રો છે. પ્રેમવિરહિણી મીરાંનાં પદોમાં આત્મલલિતા વધુ લાગે છે. જ્યારે જ્ઞાની આનંદઘનનાં પદો પ્રમાણમાં વધુ પરલક્ષી છે. મીરાંમાં જે નારીહૃદયના ઉદ્દગારો છે, એ જ પ્રકારના ઉદ્ગારો આનંદઘનમાં મળે છે, પણ ત્યાં એ ઉદ્ગારોને કવિ રૂપક તરીકે આલેખે છે. આથી મીરાંનાં પદોમાં તાદાભ્ય અને આનંદઘનનાં પદોમાં તટસ્થતા અનુભવાય છે. મીરાંની વેદના એના હૃદયમાંથી નીતરે છે, તો આનંદઘનની વેદના એ મર્મી સંતની વેદના છે. આનંદઘનની ભક્તિ એ અખાના જેવી છે. એમાં જ્ઞાનને અનુષંગે આવતી ભક્તિ જોવા મળે છે. જ્ઞાન જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે આનંદઘનમાં દેખાય છે. ભક્તિ જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે આપોઆપ દર્શન પ્રાપ્ત થાય છે એ મીરાંમાં દેખાય છે. આનંદઘનની ભક્તિ તત્ત્વજ્ઞાનને અનુષંગે થતી ભક્તિ છે. આથી એમનાં રૂપકોમાં પણ રહસ્યવાદ જોવા મળે છે. આમ છતાં મીરાં જેટલી તદાકારતા અને સચોટતા આનંદઘન એમનાં પદોમાં સાધી શક્યા છે, તે પદકવિ તરીકેની તેમની વિશિષ્ટ સિદ્ધિ ગણાય, પદના સ્વરૂપમાં મીરાંએ ભક્તિ અને આનંદઘને મસ્તી રેલાવી છે. બંને સંત કવિઓએ આ પદોમાં પોતાના આત્માનુભવનું બયાન કરવાની સાથોસાથ પદસાહિત્યમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે. અક્ષયરસ અને અનુભવલાલી | ‘અક્ષયરસ વહેવડાવતો અખો અને ‘અનુભવલાલી'ની મસ્તીનું ગાન કરતા આનંદઘન સમકાલીન તો હતા જ, પરંતુ એથીય વિશેષ બંનેમાં તત્કાલીન પરિસ્થિતિ પર નિર્ભય પ્રહાર કરવાની ક્ષમતા, ધર્માધતાનાં જાળાંને ભેદી નાખતી દૃષ્ટિ અને આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy