________________
સત્યાર્થી વૈરાગી આત્માની ઉત્કટ અનુભૂતિ જોવા મળે છે. કબીરને સમજવા માટે રહસ્યવાદીઓની પરંપરા જાણવી જોઈએ, જ્યારે આનંદઘનને પામવા માટે રહસ્યવાદીઓની પરંપરા ઉપરાંત જૈન પરિભાષા જાણવાની જરૂર રહે છે.
આ રીતે કબીર અને આનંદઘનનાં પદોમાં એમનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. બંનેનું હૃદય કવિનું, ચિત્ત યોગીનું અને મિજાજ બાદશાહનો હતો. એમનાં પદોમાં મસ્તીની ઝલકે છે. કાનમાં નિરંતર ગુંજ્યા કરે એવું શ્રુતિપટુત્વ છે. પદોના ઉન્નત અને અલૌકિક ભાવ, સચોટ રૂપકો, ગહનમધુર ભાષા અને ઊંડું રહસ્યગર્ભ ચિંતન કાવ્યરસિકોને આનંદમાં તલ્લીન કરે છે. આનંદઘનનાં પદોની સંખ્યા કબીર જેટલી નથી. કબીર જેવું આવશભર્યું બયાન એમાં નથી. એમાં વ્યવહારજીવનની નગર કલ્પના નથી, આમ છતાં આનંદઘનનાં પદો એની સંખ્યાના પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એમાં વિકસિત કમળ જેવું આત્મજ્ઞાન, ભાવોનું લાલિત્યભર્યું આલેખન, રહસ્યગર્ભ અનુભૂતિનું વેધક નિરૂપણ, સંકુચિતતાને બદલે વ્યાપક ભાવનાઓની ઉજ્વળતા એ સર્વને જોતાં આનંદઘનને “જૈન કબીર’ કહીએ તો તે ખોટું ન ગણાય. આ પદોમાં અનુભવાર્થી વૈરાગી કવિ આનંદઘનની સર્વોચ્ચ અવસ્થા પ્રગટ થાય છે. કવિએ ‘અનુભવ લાલી'ના આત્મસાક્ષાત્કારથી ‘અગમ પીઆલો’ પીધો છે અને પરમતત્ત્વમાં લીન બનીને અમરત્વના અનુભવની મસ્તી માણી છે અને ગાઈ પણ છે.
ભક્તિ અને મસ્તી મીરાં અને આનંદઘનનાં પદ-સાહિત્યમાં પ્રભુમિલનનો તીવ્ર તલસાટ અને ઉચ્ચ અધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ થાય છે. મીરાંની કૃષ્ણભક્તિ જીવનના કોઈ આઘાતજનક બનાવમાંથી એકાએક પ્રગટેલી નથી, તે જ રીતે આનંદઘનની વૈરાગ્યવૃત્તિ કોઈ સાંસારિક ઘટનાની ઠેસથી જાગી ઊઠેલી જણાતી નથી. આ સંતોના જન્મજાત સંસ્કારોમાં જ વૈરાગ્યનાં બીજ રોપાયેલાં હોય છે, જે સમય જતાં વિકાસ પામે છે.
મીરાં અને આનંદઘન અંગે એક સામ્ય પણ જોવા મળે છે. મેડતાની ભૂમિ પર મીરાંનો જન્મ થયો અને એ પછી આશરે સવાસો વર્ષ બાદ એ જ ભૂમિ પર આનંદઘન વિચર્યા હશે. જ્યાં મીરાંની પ્રેમલક્ષણા ભક્તિનું સ્વયંભૂ ઝરણું પ્રગટ થયું, તે જ ભૂમિ તપસ્વી આનંદઘનની કર્મભૂમિ બની. અહીં મીરાં અને આનંદઘનના પદસાહિત્યની તુલના કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
આ બંને સંતોનાં પદો સ્વયંસ્કુરિત છે, ક્યાંય સહેજે આયાસ માલુમ પડતો નથી. મીરાંએ ભક્તિ અને આનંદઘને યોગના રહસ્યને આત્મસાત્ કર્યા છે અને એ
મહાયોગી આનંદઘન
પછી બંનેએ અંતરના નિગૂઢ ભાવોને પ્રેરણામય ઉલ્લાસથી ભાવવાહી વાણીમાં અભિવ્યક્ત કર્યા અથવા અભિવ્યક્ત થઈ ગયા એમ કહેવું વધુ યોગ્ય ગણાશે.
મીરાંને માટે કૃષ્ણભક્તિ જેવી સ્વાભાવિક હતી એ જ રીતે આનંદઘનજીને માટે યોગ એ ચર્ચા કે અભ્યાસનો નહીં, પણ અનુભવમાં ઊતરેલો વિષય હતો. આથી તેઓ યોગ અને આધ્યાત્મિક તત્ત્વોને રસિક અને ઉત્કટ વાણીમાં પોતાની કવિતામાં ઉતારી શક્યા છે. મીરાંની માફક આનંદઘનનાં પદોમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેની વેધકતા પ્રતીત થાય છે. વિરહિણી મીરાંએ પિયામિલન માટે ઝૂરતાં, અકળાતાં અને તરફડતાં વિરહનાં આંસુ સાર્યા છે. મીરાંનું વિરહગાન તે મીરાંનું જ, અન્ય કોઈ એની તોલે ન આવે. એનો વિરહ એ કોઈ આતુર ભક્તનો વિરહ નથી, પણ પ્રેમવિવળ વિરહિણીની વેદનાભરી ચીસ છે. કોઈ અન્યનું વિરહગાન એ ગાતી નથી, પણ પ્રેમની વેદી પર સર્વસ્વ સમર્પણ કરી ચૂકેલી નારીની રીતે કૃષ્ણવિરહની વેદના ઠાલવે છે.
મેં વિરહણી બૈઠી જાગું, જગત સબ સોવે રી આલી”.. | વિરહની એ પીડા આનંદઘનજીએ એટલી જ તીવ્રતાથી અને તલસાટભરી રીતે વ્યક્ત કરી છે. મીરાં ‘ગિરધર નાગર’ને માટે તલસે છે, તો આનંદઘન પોતાના ‘મનમેલુ'ની રાહ જોતાં વિચારે છે :
“મુને મારો કબ મિલશે મનમેલુ, મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કોઈ વેલું.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૨૭૮) મનના મેળાપી વિનાની રમત એ કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળતો હોય તેના જેવી છે. આનંદઘન તો કહે છે કે જે માનવી આ મેળાપી સાથે અંતર રાખે છે. તે માનવી નહીં, પણ પથ્થર છે. ‘મનમેલુ’ને મળવાની અકળામણ એટલી બધી છે કે મીરાંએ જેમ લોકલાજ છોડી હતી એ જ રીતે આનંદઘને પણ એ પતિને મેળવવા માટે મોટાંઓની મર્યાદા ત્યજીને બારણે ઊભા રહી રાહ જુએ છે, એના વિના ઝૂર્યા કરે છે. આંખો જે વાટ પરથી પતિ આવવાનો છે તેની ઉપર મંડાયેલી છે. શરીર પરનાં વસ્ત્ર કે આભૂષણ સહેજે ગમતાં નથી. કીમતી ઝવેરાત ઝેર જેવાં લાગે છે. આ અંતરના તાપને કોઈ વૈદ્ય મટાડી શકે તેવો નથી. સાસુ એક શ્વાસોચ્છવાસ જેટલો કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને લાજ વગરની તૃષ્ણા નણંદ સવારથી લડ્યા કરે છે. આ તનની વેદનાને તો હવે આનંદઘનના અમૃતનો વરસાદ થાય તો જ ટાઢક વળે એમ છે. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
165
164