________________
સ્તવનોમાં તીર્થંકરના જીવનને અથવા તો એમના જીવનના કોઈ એક પ્રસંગને નિરૂપવામાં આવે છે. આ રીતે તીર્થંકરના બાલ્યકાળ, યૌવનકાળ કે દીક્ષા અવસ્થાની કોઈ મહત્તાનું નિરૂપણ કરવામાં આવે છે. અવન, જન્મ, દીયા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પૈકી કોઈ એક પ્રસંગની મહત્તા દર્શાવવામાં આવે છે. આનંદઘનજીએ શ્રી નેમિનાથ જિન સ્તવનમાં નેમ-રાજુલનો પ્રસંગ નિરૂપ્યો છે. શ્રી યશોવિજયજી મહારાજે વિકરાળ વૈતાલને વશ કરનારા બાળ વર્ધમાનનો પ્રસંગ “મહાવીર જિન જીવનમાં આલેખ્યો છે. શ્રી જિનવિજયજી એમના “મહાવીર જિન સ્તવન "માં મહાવીરના જીવનની ઝલક નિરૂપતાં કહે છે :
‘વંદો વીર જિ નેશ્વર રાયા, ત્રિસલાદેવી જાયા રે ; હરી લંછન કંચનવર કાયા, અમરવધુ હુ ભરાયા રે, બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હ ૨ાયા રે, ઇંદ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે, ત્રીસ વરસ ઘર બાર રહાયા, સંયમ શુ લય માયા રે, બાર વરસ તપ કર્મ ખપાયા, કેવળ નાણ ઉપાયા રે.’
સ્તવનોમાં ભક્ત જેમ પ્રભુગુણકીર્તન કરતો હોય છે તો એ જ રીતે ક્યારેક સ્વનિંદા પણ કરતો હોય છે. એ પોતાના અવગુણો બતાવે છે, પોતાની ત્રુટિઓ અને નબળાઈઓ બતાવી એમાંથી ઉગારવા માટે તીર્થકરને વિનંતી કરે છે.
વિહરમાન ભગવાન ! સુણો મુજ વિનતિ, જ ગતારક ! જ ગન્નાથ ! છો ત્રિભુવનપતિ, ભોસ કે હો કા કાણા જાણો છ તિ, તો પણ વીતક વાત કહું છું તુજ પ્રતિ, હું સરૂપ નિજ છોડી ૨મ્યો પર-પુદ્ગલે, ઝીલ્યો ઉલ્લટ આણી, વિષય-તુણા-જ લે , આશ્રવ-બંધ વિભાવે કરું રુચિ આપણી,
ભૂલ્યો મિથ્યાવાસ દોષ દઉં પર -ભણી.” આ સ્તવનમાં જે રીતે આત્મનિંદા કરીને સ્તુતિ કરવામાં આવી હોય, તેવી જ રીતે કોઈ સ્તવનમાં આત્માનંદનું ગાન કરવામાં આવ્યું હોય છે. આત્મજ્ઞાન થતાં અંદરમાં અપાર આનંદ થાય છે અને ઘણા સ્તવનકારોએ આ આનંદને પોતાનાં સ્તવનોમાં ગાયો છે. શ્રી જિનલાભસૂરિ કુંથુજિન સ્તવનમાં કહે છે :
સાહિબ કુંથુ દિ ણંદ મંદિર પાઉધારીયાજી જિનરાજ , અતિ ઘણો ઉલ્લટ આણ, મોતીડે વધાવિયાજી .’
મહાયોગી આનંદથન
અને પછી કવિ એનું છટાદાર વર્ણન આપે છે. લોકો જયજયકાર કરે છે. ગણધર અને ઇન્દ્ર પણ આવ્યા છે. વદન, નાસિકા અને અધર અપૂર્વ શોભા ધાણ કરે છે. કવિ કહે છે કે એમનું મનમંદિર અતિ ઉલ્લાસ પામે છે અને અંતમાં ગાઈ ઊઠે છે :
આતમેં આતમ ઉત્તમ, દિવ્ય પ્રગટ કીયો જી,
શ્રી જિનલાભે કુંથુ, આવત આદર દીયો જી.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીમુનિસુવ્રત જિન સ્તવનમાં કહે છે :
“આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા;
ભાગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા.* આવી જ રીતે સમતારસના પાનમાં મોજ માણતા ચિદાનંદજી કહે છે કે હવે તો હરિ, હર, બ્રહ્મ કે ઇંદ્રની સિદ્ધિ પણ સામાન્ય લાગે છે.
કવિ કહે છે : “હમ મગન ભયે પ્રભુધ્યાનમેં, હમ મગન ભયે પ્રભુધ્યાનમેં; બિસર ગઈ દુવિધા તન-મનકી, અરિરા-સુત-ગુણ-ગાનમેં.”
અધ્યાત્મયોગી આનંદઘન પણ વિમલજિનેશ્વરનાં દર્શન થતાં, દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાં અને સુખસંપત્તિ સાથે મેળાપ થયાનો આનંદ પ્રગટ કરે છે અને એથીય વિશેષ શ્રી ધર્મજિન સ્તવનમાં તો કવિ પ્રભુભક્તિની એવી મસ્તીમાં છે :
“ધરમ જિષ્ણસર ગાવું રંગમ્યું
ભંગ મ પડજ્યો હો પ્રીત્ય, બીજો મનમંદિર આંણું નહીં એ અહ કુલવટ રીતિ.”
(સ્તવન : ૧૫, ગાથા : ૧) સ્તવનોમાં આત્મનિંદા, પ્રભુપ્રશસ્તિ જેવા વિષયો સર્વસામાન્ય બની ગયા હતા, ત્યારે આ સ્તવનના પ્રકારમાં અધ્યાત્મભાવને ચર્ચવાની વિલક્ષણ રીત આનંદઘન જેવા સાધકો આપનાવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે “સ કલાહંતસ્તવન''માં જૈનદર્શનના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. મોહનવિજયજી (લટકાળા) અને ચિદાનંદજીએ એમનાં સ્તવનોમાં તાત્ત્વિક ચર્ચા કરી છે.
સ્તવનોની સામાન્ય પરિપાટીથી આનંદઘનજીનાં સ્તવનો નવો ચીલો પાડતાં લાગે છે. એમનાં સ્તવનોમાં રૂઢ ભાવો નથી, પરંપરાગત ગુણવર્ણન નથી; ઉપમા, દૃષ્ટાંત જેવા અલંકારોની ચમતિ નથી, પરંતુ આ સ્તવનોમાં સત્યશોધક, આત્મગવેષણા કરનાર આત્મજ્ઞાનીની આત્મખોજનું બયાન છે. અંતરમાં ઊછળતી ભક્તિની અનુભૂતિની સાથોસાથ સાધકના અનુભવમાંથી કેટલુંય નવનીત આપોઆપ નીતરી આવે છે.
પરંપરા અને આનંદથન