________________
MONDAY 1ST MARCII 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ સુદ ૧૫ સોમવાર તા. ૧ લી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૪ બીલખર સને ૧૩૩૩ ઉ. ૬-૧૨ અ. ૫-૮ પા. રે. ૨૧ શારેવર સને ૧૨૨૪
વિક્રમ ખરો દાનેશ્વરી સ્વાર્પણ કર્યા પ્રાણો અહો. શ્રી કર્ણ ભોજ ને સંપ્રતિ ભરતાદિ દૃષ્ટાંતો કહો. શુભ તીર્થ જંગમ સાધુને જે દાન દે તે ભવ તરે. પ્રત્યક્ષ ફલ છે સાધુને જે દાન દે તેથી ખરે – ૧૯ બહુમાનપૂર્વક ભક્તિથી આ ભવ વિષે ફલ થાય છે. દૃષ્ટાન્ત એની જીવતાં ગીતાર્થ ગુરુઓ ગાય છે. જે જેમની શુભશક્તિઓ પરના હિતે જે વાપરે. તે દાન ગુણ સિદ્ધિ કરી બીજા ગુણો સહેજે વરે – ૨૦. શુભ સપ્તક્ષેત્રે દાનને જે વાપરે તે પૂજ્ય છે. પરમાત્મપદ વેગે વરે એ ધર્મજીવન ગુહ્ય છે. જે દાન દેતો જ્ઞાનનું તે જ્ઞાનની વૃદ્ધિ કરે. તે ધર્મજીવન સૂત્રનો જીવક બની સિદ્ધિ વરે – ૨૧. વિદ્યા અને શુભ જ્ઞાન સમ કોઈ દાન નહિ એમ દેખવું. વિદ્વાન જ્ઞાની સમ નહીં કો પૂજ્ય જગમાં પખવું. જે સ્વાન્યદ્યોતક આત્મશોધક જ્ઞાનધનને આપતો. તે વિશ્વમાં ભાનુસમો કર્યાસકલમાં વ્યાપતો – ૨૨. પાઠક બની જે જ્ઞાન ધનનું દાન આપે સર્વને. કર્તવ્ય ફર્જ સ્થિર થતો રાખે નહીં મન ગર્વને. તે સ્વર્ગ સિદ્ધિ પદ વરે ઉપકાર નહિ તેનો વળે. સંઘો જાતિ વિશ્વો જાતિ જ્ઞાને થતી ચેતન બળે – ૨૩. થાતી સદા જ્યાં આપ લે શ્રુતજ્ઞાનની પરમાર્થમાં.
જ્યાં જ્ઞાનના દાતાર જ્ઞાનીઓ પડે ના સ્વાર્થમાં. એ દેશની છે ઉન્નતિ એ દેશને સહુ કો નમે. જ્ઞાનીજનોને જ્ઞાનનું શુભદાન નિશ્ચયતા ગમે – ૨૪. વાચિક કાયિક શક્તિઓ જે જ્ઞાનદાને વાપરે. મનની ખીલેલી શક્તિયોને જ્ઞાનદાને વ્યય કરે. શાનદાન સહાયમાં નિજવિત્ત ખર્ચે ભાવથી. બહુકર્મને તે નિર્જરી જ્ઞાની અને શુભદાવથી – ૨૫. જે અભયદાને રાચતો બહુ જીવની રક્ષા કરી. સંસારપાયોધિ તરે તે જન્મ મૃત્યુ સંહારી. જે દાનરો હોય છે તે ધર્મશરો થાય છે. સહુ ધર્મની રક્ષા કરે એ દાન જિનવર ગાય છે – ૨૭. જગજીવની તુષ્ટિ કરે પુષ્ટિ કરે રક્ષા કરે. શુભદાન વણ ચાલે નહિ. આ વિશ્વમાં ક્ષણભર અરે. શુભદાન શ્વાસોચ્છવાસ છે આ વિશ્વ જીવનમંત્ર છે. શુભદાને ત્યાં છે માન જગમાં દાન – ૨૭
આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુ અણુઓ વિલસી રહ્યા છે,
તે અન્ય ભૂમિમાં નથી જ.
- 2 66
-