________________
MONDAY 26TH OCTOBER 1914, સંવત ૧૯૭૧ ના કારતક સુદ ૮ સેમવાર તા. ૨૬ મી અકટોમ્બર સને ૧૯૧૪. મુ. તા. ૬ જહેજ સને ૨૩૩ર ઉ. ૬-૧૮ અ. પ-૪ર. પા. રે. ૧પ-આદીબેહસ્ત સને ૧૨૪
હું તુંથી પ્રભુ વેગળા – તેમાં પ્રભુનો વાસ. હુંમાં પરમાતમ રહ્યા – શબ્દાતીત એ ખાસ – ૧. તત્ત્વમસિસછદં સદા – બોલે નાવે પાર. શબ્દવાચ્ય ભાવાર્થમાં – ધ્યાને જય જયકાર – ૨. નાગાથી પ્રભુ દૂર છે – પ્રભુ નાગાની પાસ. નાગા ઢાંક્યા પ્રભુ નહીં – સમજે તે પ્રભુદાસ – ૩. હા કહેતાં પ્રભુ ના થતી ના કહેતાં છે અણિ અસ્તિનાસ્તિમય છે પ્રભુ – વ્યષ્ટિ અને સમષ્ટિ – ૪. સાધનથી પ્રભુ વેગળા – સાધનથી પ્રભુ હેલ. સાધન સાધક સાધ્યના – એકત્વે છે ગેલ – ૫. શબ્દ થકી પ્રભુની ખરી – જાણો પૂર્ણ જુદાઈ. પણ શબ્દ વિના પ્રભુ ના જડે – પરા ફુરણા આઈ – ૬. તપ જપમાં પ્રભુ ના રહ્યા – તપ જપ પ્રભુને માટે. પ્રભુ કિરિયાણું પામવું – શ્રી સદ્ગુરુના હાર – ૭. બોલ્યો પ્રભુ દેખાડતો – મૌની કરાવે ઝાંખી. જાગ્યો પ્રભુ જગાડતો – દેખે તો છે આંખ – ૮. બોલ્યાથી પ્રભુ વેગળા – કપટ ગાઉ કરોડ. દૂરે પ્રભુજી જાણીએ - અન્તરૂમાં લય જોડ – ૯.
જ્યાં ત્યાં પ્રભુજી શોધીયા – પણ પ્રભુજી પાસ. આનન્દ જ્યોતે ભણીએ – રાખી મને વિશ્વાસ – ૧૦. પ્રેમ વિના પ્રભુજી નથી – કરો ઉપાય હજાર. મરજીવો પ્રભુને મળે – બીજા ખાવે માર – ૧૧. નિર્મલ ચિત્ત થયા વિના – ઈશ્વર ના દેખાય. કોટી ઉપાય કરો કદી – કાક ન ધોળો થાય – ૧૨. રહેણી પ્રભુની રાખીને - લય અત્તરમાં ધાર. બુદ્ધિસાગર સગુરુ – ગમથી શિવપદસાર – ૧૩.
યુરોપમાં અધ્યાત્મજ્ઞાન નથી. ત્યાં જડભોગોથી સુખ મળે છે એવી પ્રાયઃ મુખ્ય જડવાદી માન્યતા છે, તેથી આર્યાવર્તના ચૈતન્યવાદની દષ્ટિએ યૂરોપ અઢી વર્ષના બાળક જેવું છે.