________________
બીજા ભૃત કંધમાં ચોથું પ્રત્યાખ્યાન
(પચ્ચકખાણ) અધ્યયન.
ત્રીજું કહીને શું કહે છે, તેને આ સંબંધ છે, કે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે આહાર ગુપ્ત ન થાય તો કર્મ બંધ થાય છે, તે કર્મ બંધ ન થાય માટે પચ્ચકખાણ કરવાનું આ અધ્યયનમાં બતાવશે, અથવા ઉત્તર ગુણ મેળવવા શુદ્ધ અશુદ્ધ આહાર જાણવા માટે આહાર પરિણા બતાવી, તે ઉત્તર ગુણરૂપ છે, તેમ આ પચ્ચકખાણ પણ ઉત્તર ગુણ છે, તે બે સંબંધી છે કે આહારપરિજ્ઞા જાણીને પચ્ચકખાણ કરવું, માટે બને છેડે બતાવ્યાં, આ સંબધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર થાય છે, તેમાં ઉપકમમાં રહેલ અધિકાર (વિષય) આ છે, કે અહીં કર્મના આવવાના કારણરૂપ અશુભકૃત્ય (પાપ) ને ત્યાગ કરે, હવે નિક્ષેપ કહે છે, તેમાં ઘનિષ્પન્નમાં અધ્યયન, નામનિષ્પન્નમાં પ્રત્યાખ્યાન કિયા એવું છે પદવાળું નામ છે, તેમાં પ્રત્યાખ્યાનપદને નિક્ષેપો નિર્યુક્તિકાર બતાવે છે, णामंठवणादविए अइच्छ पडिसेहए य भावे य । एसो पञ्चक्खाणस्स. छबिहो होइ निक्खेवो १७९