________________
હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે, આજે મેં ઉપર કહ્યું, કે જે જીવ જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં તે આહાર તે લે છે, આહારમાં અગ્રેસ (રસીઓ) રહેવાથી નવાં કર્મ બધે, અને તે કર્મના લીધે જુદી નિમાં કુવાના અરટની ઘડીઓ ભરાય ઠલવાય તેમ વારંવાર તે જીવ જુનાં કર્મ ભોગવી નવાં કર્મ બાંધીને ચાર ગતિમાં ભટકે છે, એવું તમે જાણો (અને જીભના રસ છેડે, આહારગુપ્તિ રાખે, તે એષણ સમિતિ પિંડ નિર્યુક્તિ પિંડેપણ વિગેરે દશવૈકાલિક પાંચમા અધ્યયનના બે ઉદ્દેશ, આચારાંગ તથા ઉત્તરધ્યયન વિગેરેમાં સમજીને આહાર નિર્દોષ લેઈ નિર્મળ સંયમ પાળે) જે નહિ સમજે તે દુઃખ પામશે, હવે આવું સમજીને સદ અસદ ને વિવેકી આહાર ગુપ્તિવાળે પાંચ સમિતિથી સમિત અથવા સમ્યગ જ્ઞાનાદિ માર્ગે ગયેલ સમિતે તથા આત્માનું તથા પરનું હિત કરનાર સહિત બનીને હમેશાં જ્યાં સુધી સાસ (જીવનદેરી) ચાલે છે, ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં (યથાશક્તિ) ઉદ્યમ કરે, આવું પ્રભુએ કહ્યું તે મેં કહ્યું આ વિષય કહ્યો, ન પૂર્વમાફક જ્ઞાનકિયા ભેદ વિગેરેથી જાણવા, આહાર-પરિજ્ઞા નામના ત્રીજા અધ્યયનને ટીકાના આધારે પુરતા વિવેચન સાથે અર્થ કર્યો,
ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.