________________
નામ સ્થાપના દ્રવ્ય આદિત્સા (નઈચ્છા) પ્રતિષેધ અને ભાવ એમ છ પ્રકારે પચ્ચકખાણના નિક્ષેપ છે, નામસ્થાપના સુગમ છે, પણ દ્રવ્ય-પચ્ચકખાણમાં તો દ્રવ્યનું દ્રવ્યવડે દ્રવ્યથી દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપનું પચ્ચકખાણ કરવું તે છે, તેમાં સચિત્ત અચિત્ત અને મિશ્ર ભેદવાર્થ દ્રવ્ય (વસ્તુ) ન વાપરવું, તે દ્રવ્ય પશ્ચકખાણ છે, અથવા પૈસા માટે જેમ ધમ્મિલ્લ કુમારે કર્યું તે દ્રવ્ય પચ્ચકખાણ છે, એ પ્રમાણે બીજાં પણ કારકે (વિભક્તિ) ના અર્થો પિતાની બુદ્ધિ પ્રમાણે જવા, (દ્રવ્ય તે કઈ પણ વસ્તુથી કેઈને પ્રાણ જતા હૈય, પ્રતિકુળ હોય તેના પ્રત્યે તિરસ્કાર થયો હોય તે હેતુથી તે ત્યાગ કરે તે દ્રવ્યથી પચ્ચકખાણ છે, દ્રવ્યમાં આખો દિવસ તે વસ્તુને પ્રસંગ હોય અથવા તેમાં રહેતે હોય, અને અતિ સુગંધ વિગેરેથી તેને ખાય કે વાપરે નહિ જેમ કંઈને મીઠાઈ શોખ ન હોય, માતાના ઉદરમાં રહેલા સમકતી જ્ઞાની જીવને સંસારમાં ફરી ગર્ભવાસ ન આવે માટે બ્રહ્મચર્ય પાળે, તે દ્રવ્યમાં પચ્ચકખાણ છે, અમુક અમુક વસ્તુઓ વ્યર્થ બજારૂપ પેટને ભારરૂપ છે, તે સમજીને તે છેડે, તે દ્રવ્ય ભૂતનું પચ્ચકખાણ છે.) હવે દેનારની ઈચ્છા તે દિત્સા છે, તે ન હાય, અર્થાત્ દેનાર છતી વસ્તુ ન આપે, તે ન વાપરવી એ જે નિયમ કરે છે, જેમકે સીતા વશમાં છતાં રાવણને તે નિયમ હેવાથી તેણે તેના શીલનો ભંગ ન કર્યો.