________________
વૈશાખ સુદ ૧ભે આચાર્ય આણંદ સાગરજી મહારાજની આચાર્ય પદવી વખતે સુરતમાં શાંતિ સુલેહ સ્થાપી સંઘને ઝગડે દૂર કરવા સુરચંદભાઈ બદામી સાહેબ સાથે જે મદદ કરેલી, તેને ઉપકાર માની જે સાડાત્રણ હજાર રૂપિયા તે શ્રાવકેએ ગાંઠમાંથી આપી મદદ કરી હૈતો તેમનું નામ અમર થાત, પણ ઘરનું ન આપવું અને જ્ઞાનનું જ્ઞાનમાં લેતાં પણ જે વિધન કર્યું તે ઘણું ખેદ જનક હતું, અને છેવટે આ જ્ઞાન ભંડારનું પુસ્તક વાંચવા ન લેવું એવી પણ કુવાસના કેમાં ઉત્પન્ન કરવા તેમણે પ્રયત્ન કર્યો, જે કે તે બધા વિચારો સમય બદલાતાં તે રૂઢીચુસ્તન સુધર્યા અને ૧૯૮૭ના મહા માસમાં અમદાવાદમાં જૈન સાહિત્ય પ્રદર્શનમાં આ જ્ઞાન ભંડારની પ્રાચીન પ્રો જેને જેતેતરને દર્શન કરાવી મહાન લાભ લીધો છે, પણ વચલા સમયમાં જે કષ્ટ આવ્યું, અને તેમના હૃદયને આઘાત આવ્યો, તે બદલ અંતઃકરણથી તેઓ પશ્ચાત્તાપ કરી તેમને ઉપકાર માને એટલા માટે અહીં સૂચના કરી છે,
. ૧૯૭૪માં સુરતમાં જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપના વખતે કે જૈન સાહિત્ય પરિષદ સુરત ૧૯૮૦માં ભરવા તેમણે શ્રમ લેવામાં બાકી રાખી નથી, અને સુરતના અશક્ત આશ્રમ કે જેન હાઈસ્કૂલમાં કે બીજા દરેક ખાતામાં તન મન ધનથી સહાય આપી છે, અને હજુ આપતા રહ્યા છે, વરીયાવના દેરાસરની ૧૯૮રની પ્રતિષ્ઠામાં પણ સહાય આપવા ઉપરાંત વિદ્યાથીઓને ખાનગીમદદ તથા સલાહ આપી રહ્યા છે, પિતે અંગ્રેજી કેળવણી લેઈ ફોરેસ્ટ ખાતામાં ઉંચા હદે ચડીને રાજ્યની સેવા મુખ્યપણે કરી, અને જ્યારે ધર્મોપદેશની અંત:કરણમાં અસર થઈ કે તુર્ત લેભને કેરે મુકી પેનશન બે વર્ષ