________________
सुत्ते यावि भवइ, से बाले अवियारमणवयण कायवके सुविणमवि ण पस्सइ पावे य से कम्मे
- વિચાર કરીને તે વાદીએ હા પાડી, ત્યારે ગુરૂ તેને ફરી સમજાવે છે કે જેમ તે વધકને ગૃહસ્થીને કે તેના પુત્રને કે રાજાને કે “રાજાના પુરૂષને મારવાને લાગ જેનારો હોય, તે પેસવાને મારવાને લાગ જોતો હોય તે મારવાના વિચાથી દિવસે કે રાત્રે સુતે હોય કે જાગતે હોય તે શત્રુ બનીને મિથ્યાત્વમાં રહેલે હમેશાં પ્રશઠ કલંકિત મનવાળો દંડ દેનારો હિંસક છે, તેમ ધર્મ ન સમજેલા બાળક જેવાઓ સર્વે જીવના હિંસકે સર્વે સના હિંસકે શત્રુ બનેલા મિથ્યાત્વમાં રહેલા નિર્દય મનવાળા દંડદેનારા જીવહિંસાથી. મિથ્યાત્વ શલ્ય સુધી પાપ કરનારા છે તેમને પ્રભુએ અસંયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મવાળા સક્રિય અને વૃત એકાંત દંડવાળા એકાંતબાળ એકાંત સુતેલા કહ્યા છે, તે બાળક જે અવિચારી મન વચન કાયાવાળો સ્વમ ન દેખે તોપણ તે પાપ કરે છે, એમ જાણવું, તેના ઉપર આચાર્ય ઉદાયી રાજાને મારનાર વિનય રત્નને દ્રષ્ટાંત આપે છે કે બાહ્ય દેખવા માત્ર તે વિનય કરે, ચારિત્ર પાળે, છતાં પણ અંદર તો રાજાને મારીને ઇનામ કયારે લઉં, આ દુષ્ટબુદ્ધિથી રહેલે તેથી તેને ચારિત્રને લાભ ન મળે, પણ