________________
૮૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.. तण संथार णिसन्नोवि मुणिवरो भट्ठरागमयमोहो । जं पावइ मुत्तिमुई कत्तो तं चक्कवटीवि ॥ १॥
પાથરવા માટે (આસનના અભાવે નિર્દોષ) ઘાસને સંથારે (પાથરણું) ઉપર બેઠેલે પણ જેના રાગ મદ મોહ દૂર થયા છે તે ઉત્તમ સાધુ જે મુક્તિ (નિર્લોભતા) નું સુખ પામે છે, તેવું ચક્રવર્તી પણ રાજ્ય વધારવા સાચવવાની ચિંતાથી) ક્યાંથી પામે?
नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधो लोकव्यापाररहितस्य ॥ २ ॥
જે સુખ રાજાના રાજા ચક્રવત્તને નથી, તેમ દેવના રાજા ઇંદ્રને નથી તેવું સુખ લેક વ્યાપારથી રહિત નિર્લોભી સાધુને અહીં છે, વિગેરે જાણવું. તપની સમાધિથી તે મેટી માસખમણદિની તપસ્યા કરે, તે પણ તેને ખેદ ન થાય, તેમજ અભ્યાસ પડવાથી ભૂખ તરસ વિગેરે કષ્ટથી ઉગ ન પામે, તથા અત્યંતર તપને અભ્યાસ કરવાથી ધર્મ ધ્યાન કે શુકલ નિર્મળ ધ્યાનમાં મન રહેવાથી મેક્ષમાં રહેવા માફક સુખ દુઃખથી હર્ષ શેક કરતું નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સમાધિમાં રહેલે ઉત્તમ ચારિત્રમાં સાધુ રહેલો છે, નામ નિક્ષેપ સમાધિને થે. હવે સૂવાનુગમમાં શુદ્ધ ઉચ્ચાર વિગેરે ગુણેથી યુક્ત સૂત્ર બેલવું તે કહે છે -