________________
૫૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
धोयणं रयणं चेव, बस्थि कम्मं विरेयणं । वमणंजण पलीमंथं, तं विज्जं परिजाणिया ।सू.१२।
ઉત્તર ગુણેને આશ્રયી હવે લખે છે, ધાવન હાથ પગ કપડાં વિગેરેનું ધોવું, તેને સુશોભિત રંગવું, (ચ. સામટા અર્થ માટે) તથા બસ્તિકર્મ ગુપ્ત ઇંદ્રિયને દેવી વિગેરે, વિરેચન-નિરૂહ આત્મક હસ્ત દેષ, અથવા જુલાબ લે, અથવા ઉર્વ વિરેક તે આંખમાં અંજન આંજવું, આ બધું શરીરની શોભા માટે કરે તે સંયમને નાશ કરનાર છે, તેથી અ૫ સુખ તથા મેટા દુઃખના કડવા ફળના વિપાકને સમજી તેવાં પાપને છેડે. વળી કહે છે કે – गंध मल्ल सिणाणं च दंत पखालणं तहा । परिगहित्थिकम्मं च तं विजं परिजाणिया।सू.१३।
ગંધ તે કઠની પીઓ (હાલનાં સુગંધી અત્તરે સેન્ટ વિગેરે) સ્નાન શરીરને થોડા ભાગમાં કે સંપૂર્ણ ધોવું, દંતપખાલ તે કદંબ બાવળ વિગેરેના લાકડાથી દાંત સાફ કરવા, પરિગ્રહ તે સચિત્ત વસ્તુ વિગેરેનું સંઘરવું, તથા સ્ત્રી તે દેવતા મનુષ્ય તિર્યંચ એ ત્રણે જાતની સ્ત્રીઓથી સંગ કરે, કર્મ તે હસ્તષ કે સાવદ્ય અનુષ્ઠાન, આ બધાં અશુભ કર્મના. બંધને જાણીને સંસાર ભ્રમણનાં કારણ જાણીને વિદાન સાધુ તેને છોડે.