________________
નવમું વીર્ય અધ્યયન.
આપવું તે સમાધિ. તેજ મુક્તિ માર્ગ પણ જ્ઞાનદર્શન ચારિત્ર નામને ભાવ ધર્મપણે કહે. આ પ્રમાણે થોડામાં બતાવ્યા છતાં પણ અહીં સ્થાન ખાલી ન રહે માટે ધર્મના નામાદિ નિક્ષેપા બતાવે છે. णामं ठपणा धम्मो दब धम्मो य भाव धम्मो य । सचित्ता चित्त मीसग गिहत्य दाणे दविय धम्मे नि. १००॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મને નિક્ષેપ છે, તેમાં પણ નામ સ્થાપના છેલને જ્ઞશરીર ભવ્ય શરીર બે સિવાયને વ્યતિરિક જુદો) દ્રવ્ય ધર્મ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્તને ધર્મ સરીને ઉપયોગ લક્ષણતાળ છે, ધર્મ તે સ્વભાવ છે. એ પ્રમાણે અચિત્તને ધર્માસ્તિકાયાદિને, જે જેને સ્વભાવ તે તેને ધર્મ છે, તે કહે છે.
गइ लकखणओ धम्मो अहम्मो ठाण लक्षणो । भायणं सव्य दवाणं नहें अवगाह लक्खणं ।।।
વસ્તુ માત્રને અદશ્ય રીતે ચાલવામાં સહાય આપવી તે ધર્માસ્તિકાયને સ્વભાવ (ગુણ ધર્મ) છે, અધર્માસ્તિ કાય ઉભું રાખવામાં સહાય કરે છે, વાસણ માફક બધાં દ્રને આધાર આકાશ આપે છે, પુદ્ગલાસ્તિકાયને સ્વભાવ (ગુણ) તે તેના ધર્મપણે જાણ, અને ગૃહસ્થને જે ધર્મ