________________
^^^^^^^^^^••••••r
^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^
^^
^^^
^^^^^^
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૭ જેઓ પોતે કેવળજ્ઞાની થઈને નિર્મળ ચારિત્ર ધર્મ કહે છે, અને પાળે છે, તેવા કેવળજ્ઞાની નિર્મળ ચારિત્ર જેવા અનુપમ ગુણ ધરાવનારને મોક્ષનું સ્થાન મળ્યા પછી તેને જન્મ લેવાની કથા ક્યાંથી હોય?
ટી-વળી જે મહા પુરૂષે વિતરાગ પ્રભુ (કેવળ જ્ઞાન વડે) હાથમાં રાખેલા આમળાને જેમ (દિવસે ખુલ્લી આંખે દેખતે) દેખે, તેમ તેઓ આખા જગતને દેખનારા છે, તે એવું દેખનારા છે, છતાં પારકાનું હિત કરવામાં એકાંત રક્ત છે, તેઓ શુદ્ધ-સર્વ ઉપાધિથી રહિત નિર્મળ ધર્મ બતાવે છે) અને તે પ્રમાણે વર્તે છે, અથવા પ્રતિપૂર્ણ નિર્મળ ચારિત્ર ને સદ્ભાવથી સંપૂર્ણ છેવટનું યથાખ્યાત ચારિત્ર (સંપૂર્ણ ત્યાગ દશા) છે, તેવું અનુપમ ચારિત્ર-ઉત્તમ ધર્મ બતાવે છે, અને પાળે છે, આવા અનુપમ ધર્મવાળા-જ્ઞાન ચારિત્ર સહિત હોય તેને સર્વ રાગદ્વેષ વિગેરેનાં જોડલાં દૂર થઈ કેવળજ્ઞાન થઈમેક્ષનું સ્થાન મળ્યું હોય ત્યાં ફરી જન્મવાની કથા કયાંથી હોય! તેને જ કે મુએ એવી કથા સ્વપ્નમાં પણ કર્મ બીજના અભાવથી કયાંથી હોય? કહ્યું છે કે दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नांकुरः। कर्मबीजे तथा दग्धे न रोहति मवांकुरः ॥२॥
બીજ બળીને રાખ થઈ, કુટે નહિ અંકુર છે તેમ કર્મ બીજ બાળતાં, ભવઅંકુર રહે દૂર