________________
૩૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તેમ આ સંસારસમુદ્રમાં ગયેલા જીવને મનુષ્ય જન્મ પાછા
મળે નહિ,
- અહીં મનુષ્ય જન્મમાં જે ધર્મ નથી કરતા તેમને સમ્યકત્વ મળવું દુર્લભ છે, તથા જે ધર્મના પ્રોજન માટે ઉત્તમ લેશ્યા કે મનુષ્ય દેહ કહે છે, તે પણ મળવો મુશ્કેલ છે, * ટી. અ–વળી આ મનુષ્ય ભવથી કે ઉત્તમ ધર્મથી વિધ્વંસ થતાં (પડી જતાં) નિપુણ્યક જીવને આ સંસારમાં ભમતાં સમ્યગ્દર્શનનું પ્રાપ્ત થવું મુશ્કેલ છે, ઉત્કૃષ્ટથી અપાઈ પુગલ પરાવર્તન કાળ વીતેથી મળે છે, વળી સમ્યગ દર્શન મેળવવા જેવી અર્ચા–મનની નિર્મળ ભાવના લેશ્યા ધર્મ રહિત છને મળવી દુર્લભ છે, અથવા અર્ચા-મનુષ્ય દેહ તે ધર્મબીજ રહિત છને મળવું મુશ્કેલ છે, તેમજ આર્યક્ષેત્ર સુકુલમાં જન્મ ઈદ્રિયેની પુરતી સામગ્રી વિગેરે દુર્લભ છે, અને જિનેશ્વર દેવ ભવ્ય જીવેને માટે ધર્મરૂપ અર્થ બતાવે છે, તે ધર્મ મનુષ્ય જન્મ વિગેરેથી જ મળે છે, (માટે મનુષ્ય જન્મમાં ધર્મ કરી લે.) जे धम्म सुद्धमक्खंति
पडिपुन्न-मणेलिसं अणेलिसस्स जं ठाणं
तस्स जम्मकहा कओ ॥१९॥