________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી સુય જામી જખુ જ્ઞામીને પ્રત્યક્ષ કહેતા હોવાથી વાળું છે કે તે તીર્થકર પ્રભુ વિગેરે બાબર રાખ્યું છે, તેવા અવ્યય ફક્ત વાક્યની શભા માટે છે, તેથી તેને અર્થ ગણવાને નથી) વીર્ય તેમાં વિર તેનો અર્થ વિષથી પ્રેરણાને છે, અર્થાત્ અહિતને પ્રેરણા કરીને દૂર કરે તે વીર્થ એટલે આ જીવની શક્તિ છે. હવે અવ્યય પ્રશ્નના રૂપમાં છે તેથી પહેલો પ્રશ્ન પુછે છે કે વીર ને સુભટનું વીરપણું કર્યું છે? અથવા બીજો પ્રશ્ન આ છે કે શા કારણથી વીર કહેવાય છે, તેથી ભેદ પાડીને વીર શબ્દનું સ્વરૂપ બતાવે છે. कम्ममेगे पवेदेति, अकम्मं वावि सुव्वया। एतेहिं दोहि ठाणेहिं, जेहिं दीसंति मच्चिया ॥स. २
કર્મ અહીં ક્રિયા અનુષ્ઠાન છે, એવું કેટલાક ઉત્તમ પુરૂષ કહે છે, અથવા આઠ પ્રકારનું કર્મ તે બધી કિયાનું મૂળ છે, તે કારણમાં કાર્યને ઉપચાર કરીને વીર્ય કહે છે, તેજ બતાવે છે. કર્મ ઉદયમાં દયિક ભાવમાં હોય તેજ વીર્ય કહે છે, અને દયિક ભાવ કર્મના ઉદયમાં હોય તે બાલ વીર્ય (કુકમ કે દુરાચાર) છે એટલે એક પ્રકાર કર્મ તે વીર્ય બતાવ્યું હવે અકર્મ તે વીર્યને બીજો ભેદ બતાવે છે, વીર્યંતરાય કર્મને ક્ષય તે અકર્મ છે,