________________
૨૪૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો ગુણ ઉત્પન્ન થાય તે (૨) ઔપથમિક કે જે વખતે કર્મને ઉદય ન હોય તે. તથા સંપૂર્ણ કર્મ ક્ષયથી જે આત્માને ગુણ પ્રકટ થાય તે (૩) ક્ષાયિક–તેમાં અપ્રતિપાતિ કેવળજ્ઞાન, કેવળ દર્શન અને નિર્મળ ચારિત્ર, (તથા અનંતવીર્ય.) હવે તે કર્મ કોઈ અંશે ક્ષય હોય કે અંશે ઉપશય હોય તે (૪) ક્ષાપશમિક–જેમાં ઉપશમથી તેને એટલે ભેદ છે કે અહીં કર્મ પ્રદેશને ઉદય હોય છે, પરિણામથી થયેલે (૫) પારિ ણામિક તે જીવત્વ અજીવ અને ભવ્યત્વ વિગેરે છે, આ પાંચે ભાવે બે ત્રણ સંગ સાથે લેતાં થાય તે (૬) સાન્નિ પાતિક–આ છ ભેદમાં ભાવ તથ્ય સમાય, અથવા અધ્યાત્મમાં આત્માની અંદર રહેલ તે ભાવ તથ્ય ચાર પ્રકારે છે, જ્ઞાન દર્શન ચરિત્ર તથા વિનય તથ્યમાં જાણવું. તેમાં જ્ઞાન તથ્ય મતિ વિગેરે જ્ઞાન પંચક વડે જે હોય તે અવિતથ (સાચા) વિષય સમજાય, દર્શન તથ્યમાં શંકા વિગેરે અતિચારથી રહિત જીવાદિતાનું રહસ્ય સમજાય અને તેના ઉપર વિશ્વાસ થાય, ચારિત્ર તથ્ય તો બાર પ્રકારને તપ તથા સત્તર પ્રકારને સંયમ પાળવામાં બરાબર ક્રિયા કરે વિનય તથ્ય (૪૨) પ્રકાર છે, જ્ઞાનમાં પાંચ પ્રકારને દર્શનમાં એક, ચારિત્રમાં સત્તર પ્રકારનો તપસ્યામાં બાર પ્રકારને, તથા સાત પ્રકારને વિનય એમ કુલ ૪ર એટલે જ્ઞાનદર્શન ચારિત્ર તપ અને ઔપચારરૂપ વિનય એ બધામાં યથાગ અનુષ્ઠાન [વર્તન કરવું, અર્થાત્ જે તે પ્રમાણે ગ્ય રીતે