________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૭
છે, જેનાચાર્ય કહે છે કે આકાશને ગુણ શબ્દ કદીપણું ન થાય, કારણ કે શબ્દ પુદગલો બનેલો છે, અને આકાશ. અમૂર્ત (તથા પુદગલથી ભિન્ન) છે, બાકીનું વૈશેષિકનું, કહેવું પ્રક્રિયા (વ્યાખ્યા) માત્ર છે પણ સાધન કે દૂષણનાં અંગ નથી, વળી ક્રિયા પણ દ્રવ્યની સદા સાથે રહેનારી સમવાયની (સેબતણ ) છે, માટે ગુણે માફક તે દ્રવ્યની જુદી માનવાની નથી, હવે સામાન્ય–પર અપરની વાત બતાવે છે, પર તે મહાસત્તા નામનું દ્રવ્ય વિગેરે પદાર્થ માત્રમાં વ્યાપેલ છે, તેવું કહેવું છે કે સત એટલે દ્રવ્ય ગુણ કર્મમાં જે સત્વ હેય તે તે સત્તા છે, હવે અપરની વ્યાખ્યા કરે છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કત્વ રૂ૫ અપર છે, આ સાંભળીને જૈનાચાર્ય કહે છે કે હે બંધ!. મહાસત્તાને તમે જુદો પદાર્થ માને છે, તે એગ્ય નથી, કારણ કે તેમાં સત્ એ જે પ્રત્યય છે, તે અપર સત્તા નિબંધવાળે છે કે પોતાની મેળે છે? જો તમે કહેશો કે અપર સત્તા નિબંધવાળે છે, તે પછી તેને તેજ પ્રશ્ન ચાલશે જેથી અનવસ્થા દેષ લાગુ પડશે, અને તમે કહેશો, કે સ્વત: પિતાની મેળે જ છે, તે સતમાં જેમ પિતાનાપણું છે તેમ દ્રવ્યાદિમાં પણ સત્ (વિદ્યમાનીપણું માનવું પડશે, તા પછી અપર સત્તાની કલ્પના જે બકરીના ગલામાં દૂધ વિનાના આંચળ જેવી નિરર્થક છે તેમ આ (કલ્પના) નિર િર્થક શું કામ માનવી? (અર્થાત દ્રવ્યથી ભિન્ન સત્તા ન માને.