________________
૨૦૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પદાર્થોને બરાબર નિહાળી પ્રકટ કરે છે, તેમજ આ લેકમાં નાયક પ્રધાન (તુ શબ્દ વિશેષણમાં છે) ઉત્તમ પુરૂષો સદુ પદેશવાથી નાયક ગણાય છે, તે કહે છે તે જ્ઞાનાદિ મેક્ષ માર્ગને બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા પ્રાણી સમૂહ તેઓનું હિત સગતિ અપાવે, અને કુગતિ હટાવે, તે હિતને ઉપદેશ આપે, વળી રૈદ રજુ પ્રમાણ લેકમાં અથવા ધર્માસ્તિકાય આદિ પંચઅસ્તિકાય રૂપલેક છે તેમાં જે જે પ્રકારે દ્રવ્યાસ્તક નયના અભિપ્રાયે જે વસ્તુ શાસ્વત છે, તે તેમણે બતાવી છે, અથવા આ પ્રાણ સમૂહ લેક સંસારમાં રહેલ છે તેમાં જેવી રીતે શાસ્વત (કાયમ) છે તે બતાવે છે, જેમકે મિથ્યાદર્શનની વૃદ્ધિ તેમ તેમ શાસ્વત લેક છે તે બતાવે છે, તીર્થકર આહારક વજીને બધાજ જીવ કર્મ બાંધે છે, તેવું સંભવે છે, તેમજ મહા આરંભ વિગેરે ચાર સ્થાનકે (કારણો)થી નરકનું આયુ જ્યાં સુધી બાંધે છે, ત્યાં સુધી સંસારને ‘ઉછેર ન થાય, અથવા જેમ જેમ રાગદ્વેષ વિગેરેની વૃદ્ધિ થાય, તેમ તેમ જીવની અપેક્ષાએ સંસાર શાસ્વત (ચાલુ) રહે એમ કહે છે, જેમ જેમ કર્મના ઉપચયની માત્રા (પ્રમાણ વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, અથવા દુષ્ટ મન વાચા કે કાયાની ચેષ્ટાઓમાં વધારે થાય, તેમ સંસારની વૃદ્ધિ જાણવી, તેજ સંસારને ચાલુ વધારે છે, આ સંસારમાં પ્રજા તે જીવે, હે માનવ કારણ કે