________________
૨૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
~~
સમાધિમાર્ગ વ્યવસ્થિત છે, સાચો છે, તે તે કહે છે, આવું કહે છે કે, આ સંસારમાં રહેલા છે તે અસાતાના ઉદયનું દુઃખ છે તેના વિરૂદ્ધનું શાતા વેદનીયનું સુખ છે, તે આત્માનું પિતાનું કરેલું છે, પણ કંઈ કાળ કે ઈશ્વરે કરેલું છે, તેનું પ્રમાણ બતાવે છે. "सव्वा पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेमु य णिमित्तमित्तं परो होइ ॥१॥"
બધે જીવ સમૂહ પૂર્વે કરેલાં કૃત્યોનું ફલ વિપાક સુખ દુ:ખ પામે છે, બાહય દષ્ટિથી બગાડનાર તથા સુધારનાર અપરાધી કે લાભદાયી ગણાય છે, છતાં ખરી રીતે પૂર્વે કહેલ પિતનાં કૃત્યેનું ફળ છે, અપજશ કે કીર્તિ પરને માથે નિમિત્ત માત્ર છે, આથી કોઈને શત્રુમિત્ર ન ગણતાં પિતને દોષ ગણ આવું તીર્થકર ગણધરે કહે છે, કે જ્ઞાન ચારિત્ર બે સાથે મળેથી મોક્ષ મળે, પણ જ્ઞાનકિયા જુદી પાડે તે મેક્ષ ન મળે, તે કહે છે. क्रियां च सज्ज्ञानवियोगनिष्फलां, क्रियाविहीनां च
विवोधसम्पदम् निरस्यता क्लेशसमूहशान्तये, त्वया शिवायालिखितेव
પદ્ધતિઃ શા કિયા (ચારિત્ર) ઉત્તમ જ્ઞાન નિન નકામું છે અને અને ઉત્તમ જ્ઞાનની સંપદા પણ કિયાવિના કલેશ સમહની