________________
૧૯૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. संतपि ते एयमकिरियवाई
किरियं ण पस्संति निरुद्धपन्ना॥८॥ જેમ અંધ જન્મથી આંધળો કે પછીથી આંધળો થયેલે રૂપ તે ઘટ વસ્ત્ર વિગેરે પદાર્થોને તિ-દીવા વિગેરેના પ્રકાશ હોય છતાં તે જોઈ શકતા નથી, આ પ્રમાણે તે અકિયાવાદીઓ સાચી વસ્તુ ઘટપટ વિગેરે અને તેને તે ઉપયોગ તથા હાલચાલ વિગેરે કિયાને દેખતા નથી.
પ્રકેમ દેખતા નથી?
ઉ–કારણ કે જ્ઞાનાવરણ વિગેરે કર્મથી તેમની પ્રજ્ઞા જ્ઞાન બુદ્ધિ હણાય ગઈ છે, તેથી જ ગેવાલ વિગેરેથી પ્રતીત બધા અંધકારને દૂર કરનાર કમલવન ખંડને ખીલવનાર સૂર્યને તડકે રેજ થાય છે, છતાં દેખાતો નથી તથા તેની કિયા તે દેશદેશ પ્રકાશ આપવા જતો આવતો દેવદત્ત વિગેરે મનુષ્યને ખુલ્લે ખુલે દેખાય છે, અનુમાન થાય છે, તેજ પ્રમાણે ચંદ્રમા અંધારીયા પક્ષમાં રોજ રોજ છેડે છેડે ક્ષીણ થતાં અમાવાસ્યાએ સંપૂર્ણ ક્ષય થઈને પાછો અજવાળીયા પક્ષમાં એકેક કલાકે વધતે સંપૂર્ણ અવસ્થા પામેલો પ્રત્યક્ષ દેખાય છે, તથા નદીઓ ચેમાસામાં જળના કલોલથી વ્યાપ્ત થએલી પૂર આવેલી પહાડમાંથી ઝરતી (વહેતી) દેખાય છે અને વાયુ વાતા ઝાડને ભાગતા કંપાવતા વિગેરેથી અનુમાન કરાવે છે, વળી જૈનાચાર્ય કહે.