________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન.
ते एवम क्खति अबुज्झमाणा विरूवरुवाणि अकिरियवाई
जे मायइत्ता बहवे मणूसा भमंति संसार मणोवदग्गं ॥ ६ ॥
તે ચાર્વાક કે બુદ્ધ વિગેરે અક્રિયાવાદીએ એમ કહે છે. તેથી સદ્ભાવને ન જાણનારા મિથ્યાત્વ મેલરૂપી પડદાથી ઢંકાયલા આત્માવાળા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે, જેમકે
[૧૮૭
दानेन महाभोगाश्च देहिनां सुरगतिश्च शीलेन भावनया च विमुक्ति स्तपसा सर्वाणि सिध्यन्ति ॥ १ ॥
મનુષ્ય દેડ ધારણ કરનારને દાન કરવાથી ખીજા ભવમાં મોટા ભાગા (સુખ સંપત્તિ વિગેરે) મળે છે, બ્રહ્મચર્ય કે સદાચાર પાળવાથી દેવલેાક મળે છે, નિર્મળ ભાવનાથી મેાક્ષ મળે છે, અને તપ કરવાથી બધું સિદ્ધ થાય છે,. (અર્થાત્ સર્વ મનાવાંછિત મળે છે.)
વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતા છે, તે સિવાય બીજો કેાઈ જુદા આત્મા સુખ દુ:ખ ભાગવનારા નથી, અથવા તે ચાર ભૂતા પણ વિચાર વિના રમણીય કહ્યાં છે, પણ ખરેખર નથી.