________________
૧૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
~~
~~~
~~~
અસ્થિત અસ્થિરને કિયા કયાંથી હોય?, વળી સ્કંધ પંચકને સ્વીકાર તે પણ સંસ્કૃતિ (કહેવા) માત્ર, પણ પરમાર્થ (સા) નથી, તેમનું આ પ્રમાણે માનવું છે, “વિચારેલા પદાર્થો કોઈપણ રીતે જ્ઞાનથી આત્માને કંઈપણ આપી દેતા નથી, જેમકે અવયવી (પદાર્થ) તત્વ અતત્વ એવા બે ભેદ વડે વિચારવાથી બરાબર સમજાતું નથી, તેમ અવય પરમાણુ સુધી વિચારતાં ઘણો સૂમ થઈ જવાથી આપણી સામાન્ય બુદ્ધિમાં સમજાતું નથી, વિજ્ઞાન પણ શેયના અભાવથી અને અમૂર્તના નિરાકાર પણાથી આકારપણાને પામતે નથી, તે બતાવે છે કે यथा यथा ऽथाश्चिन्त्यन्ते विविच्यन्ते तथा तथा यद्यतत् स्वयमर्थेभ्यो रोचत्ते तत्र के वयम् ॥१॥
જેમ જેમ પદાર્થો વિચારીએ, તેમ તેમ વિવરણ વધેજ જાય છે, જે તે પ્રમાણે આ પદાર્થોથી પોતાની મેળે વિવેચનરૂપે (કાર્ય લંબાવે) તે ત્યાં અમે શું કહીએ? (જેને અંતજ નથી તેમાં શું વિચારીએ ?) આ પ્રમાણે પુણ્ય પાપ ઉડાવવારૂપ ગુપ્ત રીતે નાસ્તિકો બધજ છે, તેઓ આ પ્રમાણે માને છે કે આવતા ક્ષણો આવ્યા નથી, (ચ શબ્દથી) ગયેલા વિદ્યમાન નથી, અને પૂર્વ તથા પછીના ક્ષણ સાથે વર્તમાન કિયાને સંબંધ નથી, (નાશ થયેલાને વર્તમાન સાથે સંબંધ ન હોય) તેથી તેની કિયાના સંબંધના અભાવે તેને