________________
૧૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
જ્ઞાનને અભાવથી અને સંભવ અનુમાનના સ્વીકારથી સર્વજ્ઞ સિદ્ધ થાય છે, તથા તે સર્વજ્ઞ પ્રભુના કહેલા આગમને સ્વીકાર કરવાથી મતભેદ દૂર થયા તે કહે છે, જિનેશ્વરના કહેલા આગમ માનનારનું વચન એકસરખું હોવાથી શરીર માત્રમાં વ્યાપી સંસારી આત્મા છે, ત્યાંજ તેની પ્રાપ્તિ (તે સંબંધી ચેષ્ટા) દેખાય છે, એક બીજાના દેષ લાગુ પડતા નથી, કારણ કે શીખતા વિદ્યાથીની પ્રજ્ઞા બુદ્ધિને જ્ઞાન પ્રભાવ પોતાના આત્મામાં ન ભણેલા કરતાં વધારે હોય છે, અને તે પ્રત્યક્ષ અનુભવાતાને નિષેધ કઈ કરી શકે તેમ નથી, વળી જેના ચાર્ય અજ્ઞાનવાદીને કહે છે
જ્ઞાન રેયના સ્વરૂપને જાણવાને સમર્થ નથી, કારણ કે સર્વે જગ્યાએ આગલે ભાગ પાછલા ભાગને ઢાંકે છે, સૌથી ના ભાગ પરમાણુ અતીન્દ્રિય છે, ઇંદ્રિયથી ન જણાય વગેરે કહ્યું તે તમારું કહેવા માત્ર છે, કારણ કે સર્વજ્ઞના જ્ઞાનમાં દેશકાળ સ્વભાવ આશ્રયી જે દેખાય નહિ, તે પડદો નથી, વળી સામાન્ય બુદ્ધિવાળામાં પણ અવયવના દ્વારવડે પદાર્થમાં પ્રવૃત્તિને પડદો નથી (અર્થાત્ અનુમાન અને તર્કથી કેટલુંક જ્ઞાન થાય છે, કારણ કે અવયવવાળે પદાર્થ પિતાના અવયવવડે ઢંકા નથી પણ તે તે પછીના અવયનું સૂચન કરે છે.) એ યુક્તિયુક્ત છે.
વળી અજ્ઞાન જ શ્રેય છે, તે અજ્ઞાન પર્યદાસ પ્રતિષેધ