________________
સૂયગડોંગ સૂત્ર
આઠમું-વીર્ય અધ્યયન. સાતમું અધ્યયન કહયું, હવે આઠમું અધ્યયન આરંભ કરીએ છીએ, તેને સાતમા અધ્યયન સાથે આ સંબંધ છે, સાતમા અધ્યયનમાં કુશીલ (દુરાચારી પતિત) સાધુઓ. કહયા, તેમજ તેનાથી ઉલટા સુશીલે (સદાચારી ઉત્તમ) સાધુઓ પણ બતાવ્યા, આ બંને પ્રકારના સાધુઓનું કુશીલપણું તથા સુશીલપણું સંયમ વીતરાય (સંયમ પાળવામાં વિશ્ર રૂ૫) કર્મના ઉદયથી કુશીલપણું અને તે કમના ક્ષય ઉપશમ (શાંત-દૂર) થવાથી સુશીલપણું થાય છે, તેથી વીર્ય (શક્તિ) બતાવવાને આ અધ્યયન કહીએ છીએ. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારે ઉપક્રમ (શરૂવાત), નિક્ષેપ (સ્થાપના, અનુગમ (બંધ) અને નય