________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
(૧૧૫
શીતળ વિહારી (કલ્પ પ્રમાણે વિહાર ન કરતાં પડી રહેલાઓ પિસા વિગેરે સંઘરી સુખ ભેળવીને અહંકારી બનેલા ભારે કમી છે આધા કદિ ખાઈને છ જવનિકાયને હણવામાં રક્ત થયેલા છે, તેઓ બીજાને પણ તેજ માર્ગ બતાવે છે, અને કહે છે કે હાલના સમયમાં શરીર છે તે ધર્મનું સાધન છે. અને કાળ તથા સંઘયણ વિગેરે નબળા હેવાથી આધા કર્માદિ આહાર ખાવો દેષ માટે નથી, આવું બલવાથી પાસસ્થા જૈન સાધુ પણ પાપના ભાગી કુમાગી જાણવા, જે જૈન સાધુ પણ પાપના ભાગી છે, તે અન્ય રાંધીને ખાનારા કેમ પાપ ભાગી ન થાય, હવે પ્રશસ્તમાં બતાવેલ સાચે સાધુ માર્ગ બતાવે છે. तव संजमप्पहाणा गुणधारी जे वयंति सम्भावं । सम्बजग जीवहियं तमाहू सम्मप्पणीयमिणं ।। ११४ ।।
બાહ્ય અને આત્યંતર બે પ્રકારને બાર ભેદવા તપ તથા સત્તરભેદને સંયમ જેમાં પાંચ આશ્રવ વિરમણજીવહિંસા વિગેરેને ત્યાગ એ બને (તપ સંયમ) થી પ્રધાન તથા અઢારહજાર શીલના ભેદ પાલનારા ગુણવંત સાધુઓ જીવાદિ નવ તત્વને સાચો ભાવ બતાવે છે, તે માર્ગ કે છે. ? ઉ–બધા જગતમાં જે જીવે છે તેને હિત કરનાર-પચ્ચે તેનું રક્ષણ કરનાર તેવો ઉપદેશ આપનારા છે તેજ સમ્યગ માગને જાણનારા છે, અને સારી રીતે બીજાને સમજાવનારા છે.