________________
સૂયગડાંગસૂત્ર.
૨૩૭
जुवाणगा मज्ज्ञिम थेरगा य, (पाठांतरे-पोरुसा य) चयंति ते ગાકg I, ૨૦ ||
ઉપર બતાવેલ વનસ્પતિકાયને દુઃખ દેનારા ઘણુ જન્મસુધી ગર્ભ વિગેરેમાં કલલ અર્બદ માંસની પેશીવાળી અવસ્થા ભોગવી મરે છે. કેટલાક્ત જમ્યા પછી બલવાનું શીખ્યા પછી અથવા બોલવાનું શીખ્યા વિના મરે છે, કેટલાક પુરૂષ તે પંચશિખાવાળા કુમારપણામાં જ મરે છે. કેટલાક યુવાવસ્થામાં કેટલાક મધ્યમ વયમાં કેટલાક બૂઢા થઈને મરે છે. કેઈપ્રતિમાં મલિક હતા? પાઠ છે. તેને અર્થ કહે છે. મધ્યમવયવાળા તથા ચરમ અવસ્થા પામેલા પુરૂષ થઈને અર્થાત અત્યંત વૃદ્ધ થએલા મરે છે. આ પ્રમાણે સર્વે અવસ્થામાં બીજ વિગેરે વનસ્પતિના ઘાતકે પિતાનું આયુ ક્ષય થતાં પ્રલીન બનેલા દેહને છેડે છે. ઉપર પ્રમાણેજ અન્ય સ્થાવરકાય કે ત્રસકાયને હણનારાઓનું અનિયત આયુ હોય છે, તેવું સમજી લેવું. છે ૧૦ संबुज्झहा जंतवो माणुसत्तं, दटुं भयं बालिसेणं अलंभो ॥ एगंतदुक्खे जरिए व लोए, सकम्मुणा विपरियासुवेइ ॥११॥
જિનેશ્વરદેવ ભવ્યાત્માઓને કહે છે, હે પ્રાણિઓ! તમે બેધ પામે, કે કુશીલીયા કે પાખંડીક તમારા રક્ષણ માટે થવાના નથી. અને ધર્મને દુખે કરીને પમાય છે તેવું સમજો. તે જ કહ્યું છે.