________________
સૂત્રકૃતાંગ.
૨૪૫
મહાવ્રતે પાંચ તથા છઠું ત્રિભેજન વિરમણવ્રત એ રત્ન આભૂષણતુલ્ય છે, તે આચાર્યાદિએ અર્પણ કરેલાં મુનિઓ પહેરે છે, તે શબ્દ ગાથામાં છે, તેને અર્થ એ છે કે પૂર્વનાં રત્નથી પણ મહાવતરૂ૫ રને વધારે કીમતી છે, તેને સાર આ છે કે પ્રધાન (અ) રત્નનું ભાજન જેમ રાજા વિગેરે છે, તેમ મહાવ્રતના ભાજનરૂપ મહા સવવાળા સાધુઓ જ છે, પણ સામાન્ય માણસ મહાવ્રત રૂપને ધારી શકતું નથી. जेइह सायाणुगा नरा, अझोव वन्नाकामेहिं मुच्छिया। किवणेण समं पगम्भिया, नविजाणंति समाहिमाहितं ॥४॥
પણ જેઓ લઘુસત્તવાળા છે, તે આ લેકમાં સાતા સુખના વાંછક અને તેનાથી થતા આલેક પરલોકના અપાયથી ન ડરતાં સમૃદ્ધિારા સાતગારવમાં વૃદ્ધ થએલા, તથા ઈચ્છા મદનરૂપ કામમાં ઉફ્ટ તૃષ્ણવાળા તથા કૃપણ, તે દીન માફક ઇંદ્રિયથી પરાજ્ય પામેલા તેવા તેવા ભોગે ભોગવવા ધૃષ્ટ બનેલા જેઓ છે, અથવા ચારિત્ર લઈને જે એમ માને કે આટલા થોડા દેષથી એટલે બરોબર પડ લેહણ વિગેરે ન કરવાથી શું બગડવાનું છે? એમ માની પ્રમાદી થએલા છે, તેઓ કર્તવ્યમાં ખેદ પામતાં બધા સંયમને મેલે કરે છે, જેમ કપડું કે મણિરત્નની ભીંત હોય તેની સંભાળ ન રાખવાથી બગડી જાય તેમ ઉપર કહેલા