________________
સૂત્રકૃતાંગ.
૧૫૫ - ન્યતાઓ વડે મંડન કરે છે, કે “આ અમારું કહેવું સત્ય
છે,” તે સિવાયનું જુઠું છે, ઉપર પ્રમાણે બોલનારા સર્વે વાદીઓ પરમાર્થ એટલે જોઈએ તેવા યથાવસ્થિત લેક સવભાવને જાણતા નથી, તેમ સમ્યક વિવેચન કરતા નથી, કારણ કે જૈન મતપ્રમાણે આ લોક દ્રવ્ય અર્થ પણે સર્વદા અવિનાશી છે. પણ પૂર્વે કદાપિ નિમૂળ થનથી તેમ પૂર્વે બિલકુલ નહતું, અને તદ્દન ન બનાવ્યું તેમ પણ નથી. ખરી રીતે તે આ લેક હો, છે, અને રહેશે, તેથી દેવે આ લેક વાગે (બનાવ્યો) એ કહેવું તદ્દન ખોટું છે. કારણ કે દેવે વાગે, તેવું કંઈ પણ પ્રમાણ નથી અને અપ્રમાણિક વચન બોલતાં વિદ્વાનોનાં મન સંતુષ્ટ થતાં નથી. હવે આ સંબંધમાં તેમને પ્રશ્ન કરીએ, કે દેવ ઉત્પન્ન થઇને લેકને બનાવે, કે ઉત્પન્ન થયાવિના લેકને બનાવે? પ્રથમ ઉત્પન્ન થયાવિના તે બનાવી ન શકે. જેમ ગધેડાંનાં શીંગડાંવડે કઈ પણ વસ્તુ ન થાય. (ગધેડાનું શીંગડું જ ન હોય તે વસ્તુ કયાંથી થાય) હવે ઉત્પન્ન થઈને જે તે બનાવે, તે પોતાની મેળે ઉત્પન્ન થાય કે બીજા વડે? જો એમ માનીએ, કે પિતાની મેળે ઉત્પન્ન થયે, તે જેમ પિતે ઉત્પન્ન થયે, તેમ લેકે પિતાની મેળે ઉત્પન્ન થવામાં શું હરકત? અને પિતે અન્યથા ઉત્પન્ન થયે, એમ માનીએ કે બીજાએ બનાવેલ તે લેકને બતાવવા માટે તૈયાર થયે, એ પ્રમાણે અન્ય અન્ય