________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
કવિ સહજસુંદરની રાસકૃતિએ ગજરાજે વનમાં વેરેલા વિનાશનું વર્ણન કરીને, એ ગજરાજને વશ કરવા વિનંતી કરે છે. રાજકુમાર રત્નસાર પિતાની આજ્ઞા મેળવીને હાથીને નિયંત્રણમાં લાવવા પ્રયત્ન કરે છે. હાથી કુમારને પિતાની પીઠ પર બેસાડીને પલવારમાં જ જોજનો દૂર એક જંગલમાં લઈ જાય છે. ત્યાં કુમારને પીઠ પરથી નીચે ઉતારે છે અને રૂપપરિવર્તન કરીને દેવપ્રધાન તરીકેનો પિતાનો પરિચય આપે છે. શ્રીપુરનગરના નરેશને મળીને પિતે પાછો આવે ત્યાં સુધી રાજકુમારને આ જંગલમાં રહેવા તે જણાવે છે.
કુમાર જંગલમાં ફરતા ફરતા પ્રકૃતિના વિધ વિધ સૌંદર્યનું દર્શન કરતો પ્રસન્નતા અનુભવે છે. ત્યાં, ભાગ્યયોગે જંગલમાં ઉછરતી ચંદ્રકલા રાણીની પુત્રી સાથે એનું મિલન અને લગ્ન થાય છે, આવી રીતે પિતાના સંસ્કરબળે અને શૌર્યથી તે અનેક કન્યાઓને પરણે છે. દરમ્યાનમાં રાજકુમારનો મિત્ર સૂછે તેને શોધતો શોધતે આ જંગલમાં આવે છે. રાજા–રાણી કુમારની ચિંતામાં પરેશાન થતાં હોવાનું જણાવીને કુમારને ત્વરાથી રાજધાનીમાં પાછા ફરવા વિનવે છે. રાજકુમારને પણ માતા-પિતા અને ઘર સાંભરે છે. પાછા ફરતા રસ્તામાં પિતાના શૌયબળે મુશ્કેલીઓનો સામનો કરતી કન્યાઓનું પાણિગ્રહણ પણ કરે છે. છેવટે ૧૩ રાણીઓ સાથે પોતાના નગરમાં પાછા આવે છે. માતાપિતા અને નગરજનો રત્નસારકુમારનું સ્વાગત કરે છે. સમય જતાં રાજા રત્નસારકુમારને રાજગાદી સેપે છે. તે અનેક વર્ષો સુધી રાજગાદી સંભાળે છે.
કેટલાંક વર્ષો બાદ એક જેન આચાર્ય સાથે મેળાપ થાય છે. ધર્મગુરુ રાજાને–રાણીઓ, પોપટ વગેરેના પૂર્વાવતારની વાત કરે છે. પૂર્વાવતારનો સઘળો વૃત્તાંત જાણ્યા બાદ રતનસાર રાજપાટ છેડીને દીક્ષા લે છે. તેર રાણીઓ પણ વૈરાગ્ય ધારણ કરે છે અને લાંબો સમય તપશ્ચર્યા કરતાં કરતાં ક્વલપદ પ્રાપ્ત કરે છે.
For Private and Personal Use Only