________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નસારકુમારરાસ
આ રાસનું સંપાદન શ્રી લા. દ. ભારતીય પ્રાચ વિદ્યામંદિરમાંથી મળેલી પ્રત નં. ૨૧૨૭ (ક પ્રત), નં. ૧૫૪૨૬ (ખ પ્રત) અને નં. ૧૨૦૦ (ગ પ્રત)ને આધારે કર્યું છે.
પ્રત કનું માપ ૨૫.૫ x ૧૦ સે. મી. છે. તેમાં ૧૩ પત્ર છે અને દરેક પત્રમાં સરેરાશ ૧૨ લીટી અને દરેક લીટીમાં ૪૨ અક્ષર છે.'
પ્રત ખનું માપ ૨૫ x ૧૦.૫ સે. છે. તેમાં ૧૫ પત્ર છે. પત્રની બંને બાજુ ૨.૫ સે.ને હાંસિયે છે અને ઉપર-નીચે ૧ તથા ૧.૫ સે.ની જગ્યા છેડી છે. દરેક પત્રમાં ૧૪ લીટી અને સરેરાશ ૩૯ અક્ષર છે.
ગ પ્રતમાં ૮ પત્ર છે. તેનું માપ ૧૭.૫ ૮ ૧૧ સે. છે. પત્રની બંને બાજુ ૧.૫ સે.ને હાંસિયે છે. દરેક પત્રમાં ૧૬ લીટી અને સરેરાશ ૫૮ અક્ષર છે. અક્ષર સુવાચ્ય અને પાઠ સુસ્પષ્ટ છે.
આગળની કૃતિઓ જેવી જ વ્યાકરણની વિશિષ્ટતાઓ અહીં પણ જોવા મળે છે.
કથાસાર: રત્નપુરીને રાજા રત્નાંગદ અને રાણી રત્નપ્રભાને પુત્ર રત્નસાર આઠ વર્ષને થતાં ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ અર્થે જાય છે. આશ્રમના એક વિશાળ વૃક્ષ પર રહેતા સૂડો તેને મિત્ર બને છે. સૂડા સાથે ગોષ્ઠિ કરવામાં જ રાજકુમારને ઘણો સમય વ્યતીત થાય છે અને અભ્યાસ પર તે બેધ્યાન બને છે. ગુરુ રાજ પાસે જઈને સુડા અને રાજકુમારની દોસ્તી અને વિદ્યાભ્યાસ અંગેના તેના પ્રમાદ વિશે ફરિયાદ કરે છે. અભ્યાસમાં થતી ક્ષતિ માટે રાજકુમારને શિક્ષા કરવાની રાજા આજ્ઞા આપે છે. પરિણામે રાજકુમારને અનેક પ્રકારની શિક્ષા સહન કરવી પડે છે. તે વ્યથિત હૃદયે પોતાના મિત્ર સુડાને આ વિપત્તિની વાત કરે છે. સુડે રત્નસારને સરસ્વતી દેવીને મંત્ર આપે છે. જેના પ્રભાવથી દરેક પ્રકારની વિદ્યાઓમાં કુમાર પારંગત બને છે. ગુરુ અને રાજા-રાણી રાજકુમારે મેળવેલી સિદ્ધિઓથી પ્રસન્ન થાય છે. રાજદરબારમાં રત્નસારના બુદ્ધિચાતુર્યની ક્સોટી કરવામાં આવે છે, ત્યાં જ વનપાલક દોડતે આવીને, એક વિશાળકાય
For Private and Personal Use Only