________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજ સુંદરની રાસકૃતિએ ડ પ્રતનાં પાંચ પાનાં છે. તેનું માપ ૨૫.૫ x 11.૫ સે. મી. છે. બંને હાંસિયા ૧.૫ સે.મી.ની છે તથા ઉપર-નીચે ૮ દેરાની જગ્યા છોડી છે. પ્રત જૂની જણાય છે. ઝીણું પણ સુવાચ્ય અક્ષરે લખાયેલી છે. પાંચમાં પાનાની એક બાજુ તદન કેરી છે, આગલી બાજુ અડધી લખેલી છે.
આ પ્રત સં. ૧૬૦૦, પિષ સુદી બારશ ને ગુરુવારે લખાયેલી છે.
આ કૃતિની પ્રતિમાં હવે કે દીર્ધ ઉ અને ઈ માટે ઉ –અ ઉ, ઈ અઈ એમ બંને પાઠ મળે છે, જેમકે ભલુ-ભલઉ. કરુ-કર૩, કરી-કરઈ, આવી– આવઈ વગેરે, અહીં અઉ અને અઈવાળા પાઠ લીધા છે. ખની જગ્યાએ જ લખેલે છે. જરૂર જણાઈ ત્યાં ષને ખ કર્યો છે. જિમ–જેમ, જાણઈ-જાણે, જેરે–જઉરિ એવા એક જ શબ્દના બે પાઠ મળે છે, ત્યાં ભાષાની દૃષ્ટિએ પ્રાચીન હોવાને કારણે જિમ કે જાણઈએ પાઠ સ્વીકાર્યો છે. તેની જગ્યાએ નઈનો ઉપયોગ થયે છે. જેમકે “હસીનઈ મલાઈ, “મુઝાઈ–વગેરે શબ્દના અંતે આવતા માત્રવાળા અક્ષરમાં માત્રને બદલે સાથે ઈ મૂકવામાં આવ્યું છે. જેમકે પિત-પોતઈ. સાતમી વિભક્તિમાં પણ “ઈ પ્રત્યય લાગે છે. દા ત., “અંધારઈ. પ્રતના મૂળ પાઠને કાયમ રાખ્યા છે. કેટલાક શબ્દ અને પંક્તિએમાં પાઠફેર પણ મળે છે. ત્યાં અર્થ–પ્રાસ વગેરેને અનુલક્ષીને પાઠ સ્વીકાર્યો છે તેની નેંધ પાદટીપમાં મૂકી છે. પંક્તિને અંતે મૂળમાં જ્યાં એક દંડ છે, ત્યાં અલ્પવિરામ અને બે દંડ છે ત્યાં પૂર્ણવિરામ કર્યું છે.
કથાસાર: ૨૬૧ કડીમાં વિસ્તરેલા આ રાસની શરૂઆતમાં કવિ સરસ્વતીદેવી અને વીતરાગદેવને વંદન કરીને કથાનો આરંભ કરે છે.
જંબુદ્વીપને તેતલિપુર નગરમાં કનકરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ પદ્માવતી અને મંત્રીનું નામ તેતલિપુત્ર હતું.
તેતલિપુત્ર એક દિવસ નગરચર્યા માટે ફરતા ફરતા સુવર્ણકાર મુષિકાદારકની પુત્રી પિફ્રિલાને નિહાળે છે, તેના રૂપસૌંદર્યથી તેના તરફ આકર્ષાય છે અને વિધિપૂર્વક તેની સાથે લગ્ન કરે છે. બંને પતિ-પત્ની એક બીજાના પ્રેમમાં આનંદથી દિવસે નિગમન કરે છે.
રાજા કનકરથ રાજ્ય પ્રત્યે અત્યંત આસક્ત હતા. પિતાના પુત્રોને પણ તે રાજ્યગાદીની બાબતમાં પિતાના હરીફ ગણ અને તેમને વિકલાંગ બનાવી દે, જેથી તેઓ રાજ્યગાદી માટે એગ્ય ન રહે.
For Private and Personal Use Only