________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરકૃત તેતલિપુત્રરાસ
તેતલિપુત્રરાસરની કુલ ચાર પ્રતે લા. દ. ભારતીય વિદ્યામંદિરના હસ્તપ્રત ભંડારમાંથી મળી છે. પ્રત. ન. ૨૯૮૩૮ (અ), નં. ૨૪૫૭૦ (બ), નં. ૩૧પ૩૬/૩૧ (ક) અને નં. ૨૬૩૭(ડ)ને આધારે આ કૃતિનું સંપાદન કર્યું છે.
પ્રત અ ના પાનાનું માપ ૨૭ x ૧.૫ સે.મી. છે. બે બાજુ એક સે.મી.ને હાંસિયો છે અને ઉપરનીચે એક સે. મી. ની જગ્યા છોડી છે. આ પ્રતનાં બાર પાનાં છે. બારમા પાનાની અડધી બાજુ લખેલી છે, પ્રત સુવાચ્ય છે અને તેની સ્થિતિ સારી છે. શબ્દો અને પંકિતઓ સ્પષ્ટ છે. પાનાંની પાછળના ભાગમાં નીચેની બાજુએ પાનાને નંબર લખેલો છે. પાનાની બંને બાજુ વચ્ચેના ભાગમાં અને પાનાની પાછલી બાજુના બંને હાંસિયામાં લાલ મેટાં ગોળ મીંડાં કરીને પ્રતને સુશોભિત બનાવવા પ્રયત્ન કર્યો છે. આ પ્રતને પાઠ મુખ્યત્વે સ્વીકાર્યો છે.
પ્રત બુમાં ૧૦ પાનાં છે. પાનાનું માપ ૨૬ ૪ ૧૧ સે. મી.નું છે. બંને. બાજુએ ૨.૫ સે. મી.ને હાંસિયે અને પાનાંની ઉપર નીચે ૧.૪ સે. મી. ની જગ્યા છોડી છે. અક્ષર સુંદર છે. નિશાની કરીને વચમાં ખૂટતા અક્ષર લખેલા છે. છેકછાક વધારે છે. પંકિતઓ અને શબ્દો ખૂટે છે, કેટલાક શબ્દો પણ અસ્પષ્ટ છે. તને અંતે “આર્યા શ્રી પાંચ લાખમા. આર્યા શ્રી પાંચ રતના, મૂલા, લખમ, સમા, લાલબાઈ પટનાથે એવું લખાણ છે, જે કઈ એ પાછળથી ઉમેર્યું હોય તેમ જણાય છે.
ક પ્રત (પૃ. ૨૨પ-૨૩૦)નાં પાનાં જૂનાં થઈ ગયેલાં છે. કેટલાક અક્ષરો પણ ભંસાઈ ગયા છે, કતમાં રાસને આગ ને ભાગ નથી, પાછલા પાના ઉપરનો કેટલોક ભાગ ખરાબ થઈ જવાથી અક્ષરો ભરાઈ ગયા છે. આ પ્રત ખાસ ઉપયોગમાં આવે તેવી નથી. પ્રતને અંતે રાજસુંદરે તે લખી હોવાને ઉલ્લેખ છે. તેના પાનાનું મા૫ ૨૬ ૪૧૧ સે.મી. છે. હાંસિયા બે સે.મી. ના છે. અને ઉપર-નીચે ૧.૨ સે.મી.ની જગ્યા છોડી છે.
For Private and Personal Use Only