________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેતલિપુત્રરાસ
રાણી પદ્માવતી વિકલાંગ પુત્રોની વેદનાથી અને રાજાના સત્તા લેબી લાલાસાયુક્ત સ્વભાવથી વ્યથિત થતી. પુત્રોને વિકલાંગ નહિ બનાવવા અને રાજગાદીના વારસ માટે તથા પિંડદાન માટે પણ પુત્રને સારી રીતે રાખવા તેણે રાજાને વિનંતી કરી, પણ રાજાએ તેની વાત માની નહિ. આથી રાણીએ ભવિષ્યમાં જન્મનાર પુત્રને ગુપ્તપણે ઉછેરવાનો વિચાર કર્યો અને તેની વ્યવસ્થા માટે તેતલિપુત્રને જણાવ્યું. વખત જતાં રાણી પદ્માવતી અને તેતલિપુત્રની પત્ની પિહિલાએ એક સાથે જ ગર્ભ ધારણ કર્યો અને મય થતાં રાણી પદ્મવતીએ સ્વરૂપવાન પુત્રને તથા પિટિલાએ મૃત બાળકને જન્મ આપ્યો. રાણીના કહેવાથી બાળકની અદલાબદલી કરીને તેતલિપુત્રે રાણા કુવરને પિહિલાને સે અને મૃત બાળકીને રાણી પદ્માવતી પાસે મૂકી દીધી. રાણીને મૃત બાળકી જન્મી છે એમ માનીને રાજા નિશ્ચિત બન્યો અને બાળકની મરણોત્તર ક્રિયા કરી. તેતલિપુત્રે રાજકુંવરનું નામ મકરધ્વજ પાડયું અને તેને ગુપ્તપણે ઉછેરવા લાગે.
કેટલેક સમય વીત્યા બાદ એકાએક જ તેતલિપુત્ર માટે પિટિલ અપ્રિય બની રહી. તેને પિહિલાનું નામ સાંભળવું ગમતું નહિ. આથી દિલા ખૂબ વ્યથિત થઈ અને દુઃખમાં દિવસે વીતાવવા લાગી. તેને દુઃખમગ્ન જોઈને તેતલિપુત્રે પિતાની ભોજનશાળામાં સાધુ-સંન્યાસીઓને ભોજન કરાવીને, અન્નદાન કરીને આત્માને શાતા આપવાનું સૂચવ્યું. પિહિલાએ એ સૂચન સ્વીકાર્યું. દરમ્યાનમાં તેતલિપુરમાં સાધ્વી સુત્રતા આર્યાનું આગમન થયું. પિટ્રિલાએ તેમને યથાયોગ્ય આહાર વહોરાવ્યો અને પ્રણામ કર્યા. તથા પિતાના પતિનો પ્રેમ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછવા લાગી. આથી સુવ્રતા આર્યાએ તેને સંસારની અસારતાનો ઉપદેશ આપીને દીક્ષા લેવાનું સૂચવ્યું. પિદિલાએ દીક્ષા માટે પિતાના પતિની આજ્ઞા માગી. તેતલિપુત્રે ભવિષ્યમાં પોદિયાએ પિતાને કેવલપ્રરૂપિત ધર્મનો આદેશ આપવાની શરત મૂકીને દીક્ષા લેવાની પરવાનગી આપી. પિફિલાએ વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી બની.
આ બાજુ કનકરથ રાજાનું મૃત્યુ થતાં મકરધ્વજ રાજગાદીએ બેઠે. તેણે પિતાતુલ્ય તેતલિપુત્રની સત્તા અને ભૌતિક સગવડોમાં ઘણું વધારે કરી આ અને તેતલિપુત્ર ખૂબ વૈભવમાં એશઆરામથી રહેવા લાગ્યો.
પિફ્રિલાએ પિહિલદેવના સ્વરૂપમાં તેતલિપુત્રને વચન અનુસાર કેવલપ્રરૂપિત ધર્મનો બોધ આપવાનો આરંભ કર્યો, પણ ભોગવિલાસમાં રહેતા તેતલિપુત્રને તેની અસર થઈ નહિ. પદિલદેવે વિચાર્યું કે જ્યાં સુધી તેતલિપુત્રને આ માન
For Private and Personal Use Only