________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસતિએ ભૂલાય–ભૂલ (૧૫); વણ–વંધણી (૫૧); પ્રવીણ-પરવીણ (૧૦); મૂતિ–મૂરતિ (૫૮); પડઈપડંતિ (૧૨); ધર્મ–ધમ્મ, મર્મ–મમ્મ (૧૨૧). રાસની પંક્તિઓમાં શબ્દવ્યક્રમ પણ વારંવાર જોવા મળે છે: “કુંઅર આવિર્લ’–‘આવ્યું કેયર” (). “તો?’ જેવો મા ગુર્જરભાષાનો શબ્દ પણ એમાં જોવા મળે છે.
આ રાસમાં મુખ્યત્વે દેહા અને ચોપાઈબંધનો ઉપયોગ થયો છે. કેટલાક દેશી ઢળે કે રાગ છે, પરંતુ તે પણ દેહા કે ચોપાઈબંધની રીતે જ પ્રયોજાયા છે.
શબ્દાર્થમાં કેટલાક શબ્દોના અર્થ અસ્પષ્ટ રહેવાથી પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.
કથાસાર : હંસગામિની સરસ્વતી અને શ્રી જિનેશ્વરને પ્રણમીને પુણ્યકાનો મહિમા ગાતાં કવિ કથાનો આરંભ કરે છે. જબુદ્વીપ મધ્યે ઉજ્જયિની નગરીમાં મકરકેતુ રાજા તેની રાણી સુલોચના સાથે રંગેચંગે રાજ્ય કરતા હતા. સમય જતા તેમને ઘેર સરસ્વતીના અવતાર સમી પુત્રીનો જન્મ થયે. તેનું નામ સાહેલી રાખ્યું. રૂપમાં રંભા સમી અને ગુણવંતી એવી આ રાજકુંવરી ક્રમશ: વનમાં પ્રવેશી.
એક રાત્રે તે નિદ્રાધીન થઈ સ્વપ્નામાં તેણે નિહાળ્યું કે તે વિદ્યાધરપુરીમાં ગઈ હતી. ત્યાંના મહેલો મેરુસમાન હતા, એ નગરીના રાજા મદનનો શુકરાજ નામે એક બુદ્ધિશાળી પુત્ર હતા. વિદ્યાધર પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાને બળે તે નિત નવીન સ્વરૂપ ધારણ કરતે. કુંવરીએ સ્વપ્નામાં તેની સાથે અનેક કીડાઓ કરી અને આનંદ માણે. પ્રભાત થતાં જ તેની નિદ્રા તૂટી અને સ્વપ્નની નગરી તથા શુકરાજ અદશ્ય થઈ ગયાં. પરંતુ સ્વપ્નના શુકરાજની વાત સાહેલી વિસરી શકી નહિ. વિરહ વેદનાને કારણે તેની દેહલતા કરમાવા લાગી. જવનના વિવિધ પ્રકારના આનંદપભાગમાંથી તેને રસ ઓસરવા લાગે. કુંવરીની આવી વિરહાકુળ સ્થિતિ નિહાળતાં તેની સખીઓ તેને વારંવાર કારણ પૂછવા લાગી. અંતે સાહેલીએ પિતાના સ્વનાની અને શકરાજ સાથેના પ્રણવની વાત કરી. શુકરાજ સિવાય અન્ય કોઈને નહિ પરણવાને પિતાને નિર્ણય જણાવ્યો.
સ્વનામાં જ જોયેલા શુરાજને શોધવાનું કાર્ય મુશ્કેલ હતું, પણ સખીઓએ પ્રયુકિત કરી અને દેશવિદેશમાં સાહેલીના રૂપગુણની અને શુકરાજ સાથેના તેના પ્રણયની વાત પ્રસિદ્ધ કરી. કુંવરીના આ રૂપગુણની વાત શુકરાજને કાને પહોંચતાં તે સાહેલી પ્રતિ આર્યા. જે નારી તેને સ્વપ્નામાં જ નિહાળીને પ્રયાસક્ત બની ગઈ હતી તેને મળવા અને તેનું પાણિગ્રહણ કરવાનો શકરાજે નિશ્ચય કર્યો.
For Private and Personal Use Only