________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂડાસાહેલીરાસ'
શુકરાજ વિવિધ રૂ૫૫રિવર્તન કરતા, છેવટે સૂડાનું રૂપ ધારણ કરીને સાહેલીની નગરીમાં આવી પહોંચ્યો. પક્ષીના રૂપે માનવીય વાણીમાં વિવિધ ગાથા-સમસ્યાઓ બોલતે આ પિપટ કુંવરીના મહેલ પાસે આવી પહોંચે અને સૌને પ્રિય થઈ પડશે. એને નિહાળતાં જ કુંવરીના મનમાં પિતાનું સ્વપ્ન સફળ થવાની આશા જાગી. સહેલીએ પિપટને તેનો પરિચય પૂ. પિોપટે જણાવ્યું કે તે વિદ્યાધરપુરીનો રાજકુંવર હતો. વિદ્યાબળ વિવિધરૂપ ધારણ કરત દેશવિદેશમાં ફરતું હતું. તેની મનમોહન મનવલ્લભા પત્ની રિસાઈને ચાલી ગઈ હતી. તેને શોધવા તે ચારે દિશામાં ફરતું હતું. તેણે અનેક સૂડને નિહાળી, પણ કોઈ તેની વિરહવેદના દૂર કરી શકે તેમ ન હતી. લેકમુખે સાહેલીના સૌંદર્યની પ્રશસ્તિ સાંભળીને જ તે તેની પાસે આવ્યો હતે.
" સૂડાની આવી વાતો સાંભળીને રાણીએ તેને પિતાના મહેલમાં જ રહેવાનું સૂચવ્યું. સાહેલીને પણ તે સૂચન ગમ્યું. સૂડા માટે સુંદર રત્નજડિત સોનાનું પાંજરું આયું. સુડે આનંદથી તેમાં રહેવા લાગ્યું. સાહેલી સૂડાના સાહચર્યમાં જ પિતાને સમય પસાર કરવા લાગી. સૂડા સાથેના સતત સંપર્કને કારણે સાહેલીને શુકરાજનું
સ્મરણ વધુ સંતપ્ત કરતું. સૂડો સાહેલીની મનોવેદના જાણવા તત્પર બનતાં સાહેલીએ પિતાના સ્વનની સઘળી કથા સડાને સંભળાવી. શુકરાજ વિના તેની ક્ષણે યુગ જેવી લાંબી બનતી જતી હતી. શુકરાજ અને સૂડો એક જ જાતિના હોવાથી સૂડો તેની શોધ માટે અવશ્ય સહાયભૂત બની શકે તેમ હતું, એમ પણ સાહેલીએ જણાવ્યું.
- સુડાએ જણાવ્યું કે જે શુકરાજને સાહેલી નજરે નિહાળ્યું જ નથી, એના મેહમાં દુઃખી થવું ય નથી. તેને માટે વધુ સુગ્ય સાથી મળી રહે તેમ હતું. આ સાંભળીને કુવરી નિરાશ થઈ અને આ જન્મે શકરાજ સિવાય અન્ય કઈ સાથે લગ્ન નહિ કરવાનો પિતાનો નિર્ધાર જણવ્યો.
સૂડાને હવે સાહેલીના પ્રેમની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ. તેના હૃદયમાં પણ કુંવરી પ્રત્યે આસક્તિ જાગી હતી. હસ અને પિપટનાં વિવિધ રૂપ ધારણ કરીને કુંવરીનું મન પ્રસન્ન કરતા સૂડાએ તેને પોતાના સાચા રવરૂપનો પરિચય આપે. કુંવરીના. સૌંદર્યની પ્રશસ્તિ અને સ્વપ્નની વાત જાણીને પિતાની સુંદર ભાગી પત્ની અને રાજ્ય ત્યજીને ત્યાં આવ્યા હતા, એમ જણાવ્યું. સાહેલી પ્રત્યેનો અનુરાગ જ તેને અહીં લઈ આવ્યા હતા. સૂડાની વાત સાંભળતાં જ સાહેલી આનંદવિભોર બની ગઈ. તેનું સ્વપ્ન સફળ થયું હતું. બંને પ્રણયીઓનું મિલન થયું.
પરંતુ હવે જ સમસ્યા ઉદ્ભવી. પક્ષી અને માનવીનું સહજીવન સંભવે કેમ કરીને ? સૂડો રાતદિવસ દુ:ખી રહેવા લાગે. વિદ્યાધરી પત્નીના શાપને કારણે પિતે.
For Private and Personal Use Only