________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂડાસાહેલીરાસ”
કૃતિનું સંપાદન : આ કૃતિના સંપાદન માટેની હસ્તપ્રત શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી મળી છે. આ કૃતિની કુલ બે પ્રતે (અનુકૂળતા માટે તેને ક અને ખ સંજ્ઞા આપી છે.) મળી છે. પ્રત ક (નં. ૫૪૧૬) માં કુલ ૮ પત્ર છે. પ્રતના અંતભાગમાં “અહિચ્છતા પાર્શ્વનાથ” સ્તવન છે. પ્રતનું માપ ૨૬ ૪ ૧૧.૩ સે.મી. છે. બંને બાજુએ ૨ સે.મી.ને હાંસિયો રાખ્યો છે અને ઉપરનીચે ૧૫ સે.મી.ની જગ્યા છોડી છે. દરેક પત્રમાં લગભગ ૧૧ લીટી અને દરેક લીટીમાં લગભગ ૪૩ અક્ષર છે. આ પ્રતમાં લખ્યા સંવત કે લહિયાનું નામ નથી. અક્ષર સુવાઓ છે, પરંતુ કેટલીક પંકિતઓ તથા શબ્દ ભંસાઈ ગયા છે.
પ્રત ખ (નં. ૮૧૦) માં પાંચ પત્ર અને રામની ૧૫૯ કડી છે. પ્રતનું માપ ૨૬ ૪ ૧૧.૫ સે.મી. છે. પત્રની બંને બાજુએ ૧.૪ સે.મી. ને હાંસિયો રાખે છે અને ઉપરનીચે ૧ સે. મી. ની જગ્યા છોડી છે. દરેક પત્રમાં લગભગ ૧૪ પંક્તિઓ અને દરેક પતિમાં લગભગ ૪૪ અક્ષર છે. પ્રતની સ્થિતિ સારી અને સુવાચ્ય છે. આ પ્રત સં. ૧૬૪૭, ચૈત્ર વદિ ૧૨ ને દિવસે લખાયેલી છે. આ જ કૃતિની ત્રીજી પ્રત “શુકરાજ પ્રબંધ' નામે મળી છે.
બંને પ્રતના અગત્યના પાઠફેર પાદરીપમાં બેંધીને ખ પ્રતને પાઠ મુખ્યત્વે સ્વીકાર્યો છે. આ પ્રતિમાની કેટલીક કડીઓ કે પ્રતમાં આપેલી નથી (૯૧, ૯૨) તથા પંક્તિભેદ પણ જોવા મળે છે. કેટલાક વ્યાકરણગત કે ઉચ્ચારભેદને આધારે થતા પાઠફેર વારંવાર થતા હોવાથી પાછીપમાં તેની નોંધ લીધી નથી. જેમકે શબ્દના પ્રથમ અક્ષરમાંના ઈનો લોપ : વિરચિવું–વરચિવું (૧) વિંઝ-વંઝ (૧); ઈ-અઈ અને ઉ–અઉના બંને પ્રકારના પ્રવેગે બંને પ્રતમાં જોવા મળે છે ટલિલઈ (૩), રૂપિ-રૂપઈ (૪૭), સુ–સુણ3 (૮); (૩) ક પ્રતમાંનો અંત્ય અ3 કે ઈઉ ખ પ્રતમાં જોડાક્ષર બને છે; ફલિઉં–ફલ્યુ (૫), માનિઉં–માન્યું (૩૫), માંડિGમાંડયું (૩૬); (૪) ક પ્રતમાં શબ્દના અંતે આવતે ઈ ખ પ્રતમાં લોપ પામે છે : રેસિ–રેસ, તરેસિ–તરસ (૧૮); (૫) ક્ષખ્ય : અક્ષર–અખર (૯), વૃક્ષ-વૃંખ્ય. (૧૦); (૬) સ-શઃ સુવિસાલ સુવિશાલ (૬), નિરાશા-નિરાસી (૭૫), સુક-શક (૩); કેટલાક અન્ય નેધપાત્ર પ્રયોગ : જિસુ-જિસિવું (૪૮); ઈસુ-અસિઉ (૧૮);
For Private and Personal Use Only