________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસકૃતિઓ ચિત્રસાર મંત્રીના શ્રાવસ્તિ નગરીના નિવાસ દરમ્યાન ત્યાં કેશી ગણધર નામના જૈન મુનિનું આગમન થયું. મંત્રી તેમની વાણીથી પ્રભાવિત થયે અને મુનિને પિતાના રાજ્યમાં આવવાનું આમંત્રણ આપ્યું. કેશી ગણધરે પરદેશી રાજાના અધમી સ્વભાવને અનુલક્ષીને આમંત્રણનો ઈનકાર કર્યો, પણ પછી મંત્રીના અત્યાગ્રહને વશ થઈને તાંબિકા નગરીમાં જવાનું સ્વીકાર્યું. ચિત્રસાર મંત્રી જિતશત્રુ રાજાએ આપેલી ભેટસોગાદો સાથે થોડા સમય બાદ પિતાને રાજ્યમાં પાછો ફર્યો.
કેટલાક સમય પછી કેશી ગણધર ફરતા ફરતા તાંબિકા નગરીમાં આવ્યા. ચિત્રસાર મંત્રીએ તેમનું ખૂબ આદર સન્માન કર્યું. પરદેશી રજાને ધર્મ-કર્મમાં
શ્રદ્ધા નહિ હોવાથી તેને કેશી ગણધર પાસે લઈ જવા ચિત્રસાર મંત્રીએ યુક્તિ કરી. કજ દેશના ઘડાઓની પરીક્ષા કરવાના નિમિત્તે ચિત્રસાર મંત્રી રાજાને ફરતાં ફરતાં છેવટે કેશી ગણધર સમક્ષ લઈ જવામાં સફળ થયું. રાજા અને મુનિ વચ્ચે ધર્મ વિશે વાદવિવાદ થયે અને અંતમાં રાજએ ગણધરની વાણીથી પ્રભાવિત થઈને જિનધર્મની આણ સ્વીકારી.
- પરદેશી રાજાની રાણુને રાણીએ કરેલા જિનધર્મને સ્વીકારની હકીકત સુચી નહિ. તેણે પોતાના પુત્રને પિતા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. પુત્રની સંમતિ ની મળતાં રાણીએ પિતે જ રાજાને વિષયુક્ત આહાર આપે. રાજા રાણીના કૃત્યની ક્ષમા આપીને મૃત્યુ પામ્યા અને દેવલોકમાં ગયે.
For Private and Personal Use Only