________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કૃતિનું સંપાદન તથા કથાસાર પરદેશી રાજાના રાસ'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃતિનુ” સંપાદન : આ કૃતિના સપાદન માટેની હસ્તપ્રતો શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી મળી છે. આ કૃતિની કુલ ચાર પ્રતો (અનુકૂળતા માટે પ્રતોને ક, ખ, ગ, ઘ એવી સંજ્ઞા આપી છે) ને આધારે આ સંપાદન કર્યુ છે. જરૂરી પાફ્ફર પાછીપમાં નોંધીને મુખ્યત્વે ક પ્રત(ન. ૫૬૨૨)ના પાઠ સ્વીકાર્યા છે.
પ્રત માં કુલ છ પુત્ર છે. પ્રતનું માપ ૨૬.૪ × ૧૧.૩ સે.મી. છે. દરેક પત્રમાં સરેરાશ ૧૪ પક્તિ અને દરેક પંક્તિમાં પર અક્ષર છે. પ્રતની સ્થિતિ સારી છે. આ પ્રતમાં ૨૧૫ કડી છે અને તેની લે. સ. ૧૬૦૮ આપેલી છે.
પ્રત ખમાં કુલ ૧૦ પત્ર છે. તેમાં પ્રથમ પત્ર નથી. તેથી રાસની પ્રથમ ૧ર કડી અને તેરમી કડીની પહેલી બે પક્તિ નથી. પ્રતનું માપ ૨૬.૫ × ૧૧ સે. મી. છે. દરેક પત્રમાં ૧૩ પતિ અને દરેક પતિમાં ૪૫ અક્ષર છે. પ્રતનાં પાનાંના ઉપરના ભાગ કપાઈ ગયા છે. આ પ્રતમાં ૨૧૫ કડી છે.
પ્રત ગમાં કુલ ત્રણ કૃતિ છે. તેમાં પત્ર ૧૧થી ૧૭ સુધીમાં સહજસુંદરકૃત ‘પરદેશી રાન્તના રાસ' આપેલો છે. આ પ્રતમાં ૨૩૨ કડી છે. પ્રતનું માપ ૨૬.૫ × ૧૦ સે. મી. છે. દરેક પત્રમાં ૧૬ પ`ક્તિ અને દરેક પંક્તિમાં સરેરાશ ૪૨ અક્ષર છે. આ વ્રત પણ સારી અને સુવાચ્ય છે.
પ્રત ઘમાં કુલ ૧૧ પત્ર છે. તેમાંનુ પહેલું પત્ર નથી. પ્રતનું માપ ૨૫.૫ × ૧૧ સે. મી. છે. દરેક પત્રમાં ૧૩ ૫`ક્તિ અને દરેક પ`ક્તિમાં સરેરાશ ૪ અક્ષરા છે. આ પ્રતમાં ૨૬૮ કડી છે અને લે. સં. ૧૬૫૮ આપેલી છે.
આ દરેક પ્રતમાં કડી સખ્યા જુદી જુદી છે તેનું કારણ એ છે કે ક્યારેક એ પતિ પછી તો ક્યારેક ચાર પાંતિ પછી કડીના ક્રમાંક લખાયા છે એટલે કડીઓની કુલ સંખ્યા સરખી રહી નથી. વિષયવÇનની દષ્ટિએ આ ક્રમમાં ખાસ તફાવત પડતા નથી. કયારેક કડીના આગપાળનો ક્રમ બદલાયા છે, તો કયારેક એકાદ-બે પંક્તિ લખવાની રહી ગઇ હોય એમ પણ અન્યું છે. પ્રત કમાં ૧૬૩
For Private and Personal Use Only